તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Gigabaitsa 64 Per Second, The Speed Of Data Transfer Success

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૬૪ ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડની ઝડપે ડેટા ટ્રાન્સફરમાં સફળતા મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૬૪ ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડની ઝડપે ડેટા ટ્રાન્સફરમાં સફળતા મળી
- ડેટા ટ્રાન્સફરની સર્વાધિક સ્પીડનો નવો વિક્રમ સ્થપાયો


સંશોધકોએ ઈન્ટરનેટ દ્વારા સર્વાધિક સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરવાનો નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. મલ્ટીમોડ ઓપ્ટિકલ ફાઈબર દ્વારા ૬૪ ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડની ઝડપે ડેટા ટ્રાન્સફર કરવામાં તેમને સફળતા મળી છે. આ સિદ્ધિ દર્શાવે છે કે, આ દાયકાના અંત સુધીમાં વર્તમાન ટેકનોલોજી વિવિધ સર્વરો, ડેટા સેન્ટર અને સુપર કમ્પ્યૂટર્સની ટૂંકા અંતરે ડેટા મોકલવાની વધતી જરૂરિયાતો સંતોષશે. આટલી ઝડપ માટે સંશોધકોએ વીસીએસઈએલ લેસરનો ઉપયોગ કર્યો હતો જે સ્વીડનમાં આવેલી ચાલ્મર્સ યુનિવર્સિ‌ટી ઓફ ટેકનોલોજીમાં તૈયાર કરવામાં આવ્યા છે અને તેના માટે જરૂરી સિલિકોન ગ્રેમેનિયમ ચીપ આઈબીએમના રિસર્ચ સેન્ટરમાં તૈયાર કરવામાં આવી હતી. સંશોધનમાં ભાગ લેનારા અને ન્યૂર્યોકમાં આવેલા આઈબીએમ ટીજે વેસ્ટન રિસર્ચ સેન્ટરમાં સેવા આપતા ડેન કુચ્તાએ જણાવ્યું હતું કે, આ ડેટાની રિસીવર ચિપની ડિઝાઈન અનન્ય છે અને તે વર્તમાન કોમર્શિ‌યલ ડેટા ટ્રાન્સફરની સુવિધાઓ કરતા વધુ સ્પીડ અને સેન્સિટિવિટી(સંવેદનશીલતા) એક સાથે હાંસલ કરે છે.

- લેસર કેબલનો ઉપયોગ
આઈબીએમ ખાતે કાર્યરત સંશોધકોની ટીમે વર્ટિ‌કલ કેવિટી સરફેસ એમીટિંગ લેસર(વીસીએસઈએલ) તરીકે ઓળખાતા પ૭ મીટર લાંબા લેસર પ્રકારના કેબલની મદદથી ૬૪ ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડની અધધધ ઝડપે ડેટા મોકલ્યો હતો. આ ડેટા ટ્રાન્સફર સ્પીડ અગાઉ હાંસલ કરવામાં આવેલી મહત્તમ સ્પીડ કરતા લગભગ ૧૪ ટકા વધારે છે અને વર્તમાન કોમર્શિ‌યલ ટેકનોલોજી કરતા અંદાજે ૨.પ ગણી વધુ ઝડપ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો