PHOTOS : બાંગ્લાદેશની કાપડની ફેક્ટરીઓ બની રહે છે મોતના કારખાનાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં એક કાપડની ફેક્ટરીઓ ધરાવતી 11 માળની ઇમારતમાં આગ લાગતાં 8 લોકોનાં મોત થયા છે. જેમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. મોડી રાત્રે આગ લાગવાના કારણે ફેક્ટરીઓ બંધ હતી અને લોકો મોટી સંખ્યામાં હાજર ના હોવાના કારણે ઓછા લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે.

મરનારાઓમાં એક ઉચ્ચ પોલીસ અધિકારી પણ છે જે આ ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર પણ હતા. તેમની ઓફિસમાં સ્ટાફ સાથે મિટિંગ ચાલી રહી હતી ત્યારે આગ લાગી હતી અને એ બધા જ લોકો આગનો ભોઇગ બન્યા હતા.

આગનું કારણ એલેક્ટ્રીક શોર્ટ સર્કિટ જણાવવામાં આવે છે.

કેવી રીતે બની રહ્યા છે કાપડના કારખાનાં મોતના કારખાનાં? વાંચો આગળ