તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફઘાનિસ્તાનમાં શાંતિ માટે ગની-હિકમતયાર સંધિ થઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાબુલ : અફઘાનિસ્તાનમાં શાંતિ માટે રાષ્ટ્રપતિ ગની અને સંયુક્ત રાષ્ટ્ર દ્વાર આતંકી તરીકે જાહેર થયેલો ગુલબુદ્દીન હિકમતયાર વચ્ચે સંધિ થઇ છે. બંન્નેએ ગુરુવારે સંધિ પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ ગનીએ સંકલ્પ કર્યો કે હિકમતયારનું નામ આતંકીઓની યાદીમાંથી કઢાવવા માટે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રને વાત કરશે. સંધિ પર હસ્તાક્ષર સમારોહનું જિવંત પ્રસારણ કરવામા આવ્યુ. હિકમતયારે વીડિયો લિંક દ્વારા સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વર્ષ 2001માં તાલિબાન સાથે યુદ્ધ પછી આ પહેલી શાંતિ સંધિ છે. હિકમતયારે અમેરિકાને 2003માં આતંકી જાહેર કર્યો છે. 26 જૂન 1947 જન્મેલા હિકમતયાર અફઘાનિસ્તનમાં ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે.

આતંકી સંગઠન અને હિકમતયાર

હિકમતયાર 15 વર્ષથી અફઘાનિસ્તાનની સરકારને ઉખાડી દેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તે 20 વર્ષથી દેશવટો ભોગવી રહ્યા છે. આતંકીઓની યાદીમાંથી નામ નિકળ્યા પછી તે કાબુલ પરત ફરશે. તેમની પાર્ટી હિબ્જ એ ઇસ્લામીને સંયુક્ત રાષ્ટ્ર વિદેશી આતંકી જૂથને સંયુક્ત રાષ્ટ્રએ વિદેશી આતંકી જૂથ તરીકે જાહેર કર્યુ છે. હિકમતયારને અમેરિકાએ 2003માં આતંકી જાહેર કર્યો હતો.

દરેક ખરાબ કામોની માફી

ગુલબુદ્દીન હિકમતયારને કાબુલના કસાઇ તરીકે ઓળખવામાં આવે છે. ગની-હિકમતયાર શાંતિ સંધિમાં 25 મુદ્દા છે. હિકમતયારને તેણે કરેલાં બધા ખરાબ કામોની માફી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ગનીએ કહ્યું કે, હિબ્ઝ એ ઇસ્લામી સાથે આ સંધિ તાલિબાન માટે એક ઉદાહરણરૂપ છે.
અન્ય સમાચારો પણ છે...