છોકરીઓની દુ:ખભરી દાસ્તાન: છોકરાઓ પર ગદ્દાફી ગુજારતો’તો રેપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીબિયાના ભૂતપૂર્વ સરમુખત્યારની કાળજુ કંપાવી નાખે તેવી કરતુતો

11 મહિના પહેલા લોકોના હાથે સરાજાહેર માર્યો ગયેલો લીબિયાનો સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફી એક ‘સેક્સ મેનિયાક’ હતો. તે સગીર વયની બાળાઓ ઉપરાંત 13 વર્ષથી નાની ઉમરના બાળકોને પણ પોતાની હવસનો શિકાર બનાવતો હતો. ફ્રેન્ચ પત્રકાર એનિક કોજીને પોતાના પુસ્તક ‘પ્રે: ઈન ગદ્દાફીઝ હરમ’માં ગદ્દાફીની સેક્સ લાઈફ અંગેના કેટલાક વણબોટેલા પાસાઓને ઉજાગર કર્યા છે.

એક કિશોરીને ટાંકીને કોજીન લખે છે કે, કઈ રીતે 15 વર્ષની કિશોરી સોરાયા(કાલ્પનીક નામ)ને શાળામાંથી ઉઠાવી ગદ્દાફીના શયનખંડ સુધી પહોંચાડવામાં આવી હતી. સોરાયાએ જણાવ્યું કે, વર્ષ 2004માં કોઈ કાર્યક્રમ દરમિયાન ગદ્દાફી તેની શાળાએ આવ્યો હતો. તેના સ્વાગત માટે બાળાઓએ ફૂલોનો ગજરો ભેંટ ધર્યો હતો. આ બાળાઓમાં સોરાયાનો પણ સમાવેશ થતો હતો. પરંતુ તે આ ભૂતપૂર્વ તાનાશાહને ગજરો આપે તે પહેલા જ તેણે તેણીના માથા પર હાથ મુકી દીધો હતો. જાણે તે કોઈને ઈશારો કરતો હતો કે ‘આ કિશોરી મારે જોઈએ છીએ’

કિશોરી જણાવે છે કે એ પછીના દિવસે જ યુનિફોર્મ પહેરી એક મહિલા તેની માતાના હેઅર સલૂનમાં આવે છે અને ગદ્દાફીના આદેશ પર તેણીને કોઈ રેગિસ્તાનમાં લઈ આવે છે. અહીં મહિલાઓની તપાસ માટે તેના લોહીનો નમૂનો તેમજ તેના સ્તનનું માપ લેવામાં આવતું. આ ઘટનાની થોડી જ ક્ષણો બાદ આ નિર્દોષ કિશોરી નગ્ન અવસ્થામાં ગદ્દાફીના બેડરૂપમાં હતી. અહીં ગદ્દાફીએ તેનો હાથ પકડ્યો અને તેને પોતાની બાજુમાં બેસવા જણાવ્યું હતું.

આ અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો