તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Drone Reveals Scale Of Destruction At Donetsk Airport

યુક્રેનઃ એરપોર્ટ બન્યું ખંડેર. ઠેર ઠેર તબાહીની તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટોઃ ડોનેત્સ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ તબાહ થયું તેની ભયાનકતા ડ્રોન ફૂટેજમાં કેદ થઇ)
ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુક્રેનમાં સરકારી દળો અને અલતાવાદી દળો વચ્ચે છેલ્લા થોડા વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ડ્રોન વિમાન દ્વારા લેવામાં આવેલા વીડિયો ફૂટેજમાં યુદ્ધમાં ડોનેત્સ્ક આંતરરાષ્ટ્રીય હવાઇમથકની તબાહીની તસવીરો બહાર આવી છે. સરકાર તરફી દળો સાથેની અનેકવારની લડાઇ બાદ સેરગેય પ્રોકોફિવ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પોતે સંપૂર્ણ કબજો મેળવ્યો છે તેવો અલતાવાદીઓ દાવો કરી રહ્યા છે.
આ એરપોર્ટ અનેક મહિનાઓથી બંધ છે પરંતુ બંન્ને પક્ષ માટે તે ખૂબ મહત્વ ધરાવે છે. બંન્ને પક્ષો વચ્ચેની શાંતિમંત્રણા ધીમી ગતિએ આગળ વધી રહી છે. ફૂટેજમાં દેખાય છે તેમ એરપોર્ટ સંપૂર્ણ રીતે તબાહ થઇ ગયું છે. ઠેર ઠેર વિસ્ફોટને કારણે ખાડા પડી ગયા છે. દરમિયાન બે દિવસ અગાઉ જ નવ મહિનાના સંઘર્ષ બાદ સરકારી દળોએ એરપોર્ટ પર નિયંત્રણ મેળવ્યું હતું. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે અલગતાવાદી ઓર્ગેનાઇઝેશન ડોનેત્સ્ક પીપલ્સ રીપબ્લિકે ગઇકાલે ઓનલાઇન નિવેદન જાહેર કરી દાવો કર્યો હતો કે આજે અમે ડોનેત્સ્ક હવાઇમથક અને આસપાસના વિસ્તાર પર નિયંત્રણ પર વાત કરી શકીએ છીએ.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ સલાહકાર યુરી બિરયુકોવે કહ્યુ કે સરકારી દળોને હટાવવા માટે અલગતાવાદી દળોએ હવાઇમથક પર ભીષણ હુમલો કર્યો હતો. દરમિયાન રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ, અલગતાવાદી નેતાઓ વચ્ચેની બેઠક મુલવતી રહી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે યુક્રેનમાં હેલ્થ કેર તૂટી પડવાને કારણે છેલ્લા નવ મહિનામાં 4800 કરતા પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
આગળની સ્લાઇડમાં જુઓઃ ડોનેત્સ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટના તબાહીની તસવીરો