આખરે કોણ હતો મેટ્રો સ્ટેશન પર વાયોલિન વગાડનારો તે વ્યક્તિ?

For people to appreciate something does it always

Agency

Jul 07, 2011, 11:56 AM IST

For people to appreciate something does it always have to be sold 2007ના જાન્યુઆરી મહિનાની થીજવી દેનારી ઠંડીમાં સવારના સમયે વોશિંગ્ટન ડીસીના મેટ્રો સ્ટેશનની બહાર એક વાયોલીનવાદક વાયોલીન વગાડી રહ્યો હતો. તે સમયે લગભગ 2000 લોકો પોતાના કામના સ્થળે પહોંચવા ટ્રેન પકડવા આ સ્ટેશન પર હાજર હતા.3 મિનિટ પછીએક મહિલા તે વાયોલીનવાદકની હેટમાં એક ડોલર નાખીને ત્યાં થોભ્યા વગર જ પસાર થઈ ગઈ.6 મિનિટ પછીએક યુવક તે વાયોલિનવાદકની પાસે આવ્યો, પાસેની દિવાલનો ટેકો લઈ તેણે થોડો સમય તેનું સંગીત સાંભળ્યું. અચાનક તેની નજર ઘડિયાળ પર પડી અને તે ત્યાંથી રવાના થઈ ગયો.45 મિનિટ પછીવાયોલિનવાદકે વાયોલિન વગાડવાનું ચાલુ જ રાખ્યુ. 6 લોકો ત્યાં થોડો સમય આવીને ઉભા રહ્યા અને તેમણે તેનું વાયોલિનવાદન સાંભળ્યું. આટલા સમયમાં આ વાયોલિનવાદકને 20 જણાએ પૈસા આપ્યા પણ તેમની પાસે તેનું સંગીત સાંભળવાનો સમય નહોતો. વાયોલીનવાદકે આમ કુલ $32 ડોલર મેળવ્યા હતા.એક કલાક પછીવાયોલિનવાદકે વાયોલિન વગાડવાનું બંધ કર્યું અને સન્નાટો તે સ્થળને ઘેરી વળ્યો. કોઈએ આ વાયોલિનવાદકની નોંધ ન લીધી કે ન તો તાળીઓ વગાડી તેનું સમ્માન કર્યું પછી તે કોણ છે તે જાણવાનો તો કોઈ સવાલ જ નહોતો.કોઈને પણ ખબર નહોતી કે આ વાયોલિનવાદક દુનિયાના ઉત્તમ સંગીતકારોમાંનો એક જોશુઆ બેલ હતો. તેણે પોતાના વાયોલિન પર અત્યારસુધી લખાયેલો સૌથી અઘરો પીસ તે સમયે વગાડ્યો હતો. તેણે જે વાયોલિન પર આ પીસ વગાડેલો તે વાયોલિનની કિંમત જ 3.5 મિલિયન ડોલર હતી. બે દિવસ પહેલા જ જોશુઆ બેલે બોસ્ટનમાં એક થિએટર વેંચ્યું જેમાં તેણે મેટ્રો સ્ટેશન પર જે સંગીત પીરસ્યું હતું તે જ સાંભળવા લોકો 100 ડોલરની ટિકીટ ખરીદતા હતા.આ એક સત્ય હકિકત છે. જોશુઆ બેલે વોશિંગ્ટનના જે મેટ્રો સ્ટેશનની બહાર વાયોલિન વગાડ્યું હતું તેનું આયોજન અમેરિકના પ્રતિષ્ઠિત અખબાર વોશિંગ્ટન પોસ્ટે કરેલું જેનો ઉદ્દેશ લોકોનું કલા પ્રત્યેનું માન, માણસના જીવનની પ્રાથમિકતા, ગ્રહણશક્તિને જાણવાનો હતો.આ પ્રયોગે કેટલાક સવાલો પણ ઉભા કરેલા જેવાકે...1. સામાન્ય અથવા જાહેર સ્થળ પર, માફક ન આવે તેવા સમયમાં શું આપણે સુંદરતાનો અનુભવ કરી શકીએ છીએ?
2. જો તેમ થતું હોય, તો શું આપણે થોભીને તેની કદર કરીએ છીએ?
3. ધાર્યા ન હોય તેવા સંજોગો અને સમયમાં જોવા મળતા ટેલેન્ટને આપણે પરખી શકીએ છીએ?

જરા વિચારો..દુનિયાનો ઉત્તમ સંગીતકાર સંગીતના ઈતિહાસમાં લખાયેલી સર્વોત્તમ તેમજ જટીલ રચનાને અત્યારસુધી બનેલા સર્વોત્તમ વાદ્ય પર વગાડતો હોય પરંતુ જો આપણને તે ઉભા રહીને સાંભળવાનો પણ સમય ન હોય તો પછી રોજબરોજની દોડધામમાં આપણે આવી તો કેટલીય સુંદર વસ્તુઓને ગુમાવતા હોઈશું?X
For people to appreciate something does it always

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી