અંગોલાઃ ફૂટબોલ સ્ટેડિયમમાં દોડધામ, 17ના મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અંગોલાના એક ફૂટબોલ સ્ટેડિયમમાં દોડધામ થતાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. અંગોલા અને પોર્ટૂગલના મીડિયા અનુસાર, આ દુર્ઘટના શુક્રવારે (10 જાન્યુઆરી) ઉઇગે શહેરના સ્ટેડિયમમાં થઇ હતી. દુર્ઘટના એટલા માટે થઇ કારણ કે ઘણા લોકો સ્ટેડિયમના એક દરવાજા તરફ દોડવા લાગ્યા. આ દરમિયા કેટલાંક લોકો પડ્યા અને અન્યના પગ નીચે દબાયા. સ્ટેડિયમમાં પ્રેક્ષકો ગિરાબોલા કોન્ટેસ્ટમાં લોકલ ટીમ સાંતા રીટા ડી કાસિયા અને રી ક્રિએટિવો ડી લિબોલા વચ્ચેની પહેલી ફૂટબોલ મેચ જોવા એકત્ર થયા હતા. 
 
પોર્ટૂગલ ન્યૂઝ એજન્સી લૂસાએ કહ્યું કે, મૃતકોમાં બાળકો પણ શામેલ છે, જેમના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા. અંગોલાની ન્યૂઝ એજન્સી અંગોપ અનુસાર, મૃતકોની સંખ્યા 17 છે.  અંગોલાના રાષ્ટ્રપતિ જોસ અડુઆર્ડો દોસ સાંતોસે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓએ ઘાયલોની મદદ કરવાની સાથે તપાસ કરવાની સૂચના આપી.
અન્ય સમાચારો પણ છે...