તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓબામાએ દિકરીઓને ભણાવ્યા દક્ષિણ આફ્રિકાના ગાંધીપાઠ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ શિક્ષકની ભૂમિકા ભજવતા તેમની બંને યુવા દીકરીઓને ગાંધીજી વિશે શિક્ષણ આપ્યું હતું અને ભારતના રાષ્ટ્રપિતાના સત્યાગ્રહએ અન્યાય સામે લડત ચલાવવા માર્ટીન લુથર કિંગ પર કેવો પ્રભાવ પાડ્યો હતો તેની જાણકારી આપી હતી.

દક્ષિણ આફ્રિકામાં રોબેન આઈલેન્ડ જેલની મુલાકાત વખતે ઓબામાએ તેમની પુત્રીઓ સાશા અને માલિયાને ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અહિંસક રાજકીય ચળવળનો કેવી રીતે આરંભ કર્યો તેની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાના ગાંધીજી તરીકે જાણીતા નેલશન મંડેલાએ આ જેલમાં 27 વર્ષનો કારાવાસ ભોગવ્યો હતો.

ઓબામાએ તેમની દીકરીઓને કહ્યું હતું કે તમને એક વાતની ખબર નહીં હોય કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી વકીલાત કરતાં હતા અને અહીંયા જ તેમને અહિંસક રાજકીય ચળવળ વિચાર સ્ફૂર્યો હતો. જ્યારે તેઓ ભારત પાછા ગયા ત્યારે આ વિચાર થકી જ ભારતને સ્વતંત્રતા મળી હતી. ગાંધીજીએ જ માર્ટીન લ્યુથર કિંગને પ્રેરણા પૂરી પાડી હતી.

પત્ની મીશેલ અને દીકરીઓ સાથે ઓબામાએ જેલમાં મંડેલાને જે કોટડીમાં ગોંધી રખાયા હતા તેની પણ મુલાકાત લીધી હતી.

ઓબામાએ તેમના સંબોધનમાં વારંવાર કહ્યું છે કે ગાધીજીએ જ માર્ટીન લુથર કિંગ સહિત અમેરિકાવાસીઓ અને આફ્રિકન અમેરિકનોને પ્રેરણા પૂરી પાડી છે.

એક શાળામાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં અમેરિકી પ્રમુખે ત્યાં સુધી કહ્યું હતું કે મહાત્મા ગાંધી સાથે ભોજન લેવાનું તેમને ગમ્યું હોત