બ્રિટિશ રોયલ નેવીમાં પ્રથમ મહિ‌લા કમાન્ડર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર મહિ‌લાને યુદ્ધ જહાજના કમાન્ડર બનાવાયાં

બ્રિટિશ રોયલ નેવીએ તેના પ૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી જ વાર એક મહિ‌લાને યુદ્ધજહાજના કમાન્ડર બનાવ્યાં છે. ૪૦ વર્ષના મહિ‌લા અધિકારી સરાહ વેસ્ટે સ્કોટલેન્ડમાં મંગળવારે એચએમએસ પોર્ટલેન્ડ યુદ્ધજહાજની કમાન સંભાળી હતી.

સબમરિનના મુકાબલા માટે આ જહાજનું નિર્માણ થયેલું છે. પરંતુ શત્રુનાં વિમાનો અને યુદ્ધજહાજોના મુકાબલા માટે પણ તે સક્ષમ છે. બીજી તરફ એક અન્ય મહિ‌લા કમાન્ડર સૂ મુર પણ એક નાના યુદ્ધજહાજના કાફલાનું કમાન્ડર પદ સભાળનારાં પ્રથમ મહિ‌લા અધિકારી બની રહ્યાં છે. તેમણે પોટ્ર્સમાઉથ ખાતે આ જવાબદારી સંભાળી હતી. મહારાણી એલિઝાબેથની ડાયમન્ડ જ્યુબિલી પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર માટે આ કાફલો બે જહાજ ઉપલબ્ધ કરાવશે.

મહિ‌લાઓની ભાગીદારીના મુદ્દે આપણો ક્રમ ૯૮

સંસદમાં મહિ‌લાઓની ભાગીદારીના મુદ્દે આપણો દેશ પાક. અને નેપાળથી પણ પાછળ છે. ૧૦૦ દેશોમાં આપણે ૯૮મા ક્રમે છીએ. લોકસભામાં પ૪પ સભ્યો પૈકી પ૯ મહિ‌લા સાંસદ છે. રાજ્યસભામાં ૨૩૩ પૈકી માત્ર ૨૧ મહિ‌લા સભ્યો છે. આ યાદીમાં નેપાળ ૧૮મા ક્રમે, ઇરાક ૩પમા, પાક. ૪૬મા, બાંગ્લાદેશ ૬૨મા ક્રમે છે. આફ્રિકાનો રવાન્ડા દેશ આ બાબતે મોખરે છે. ત્યાં સંસદમાં પ૬.૩ ટકા મહિ‌લા છે.

બિલાવલ બોલ્યા પાકિસ્તાની સંસદમાં પ૦ ટકા મહિ‌લા જોઈએ

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું છે કે તેઓ પાકિસ્તાની સંસદ અને પ્રધાનમંડળમાં પ૦ ટકા મહિ‌લા હોવાનું સપનું જોઇ રહ્યા છે. બિલાવલે વોશિંગ્ટનમાં કહ્યું કે હું નારીવાદી છું તેનો મને ગર્વ છે. પાક.માં પીપીપી શાસનકાળમાં મહિ‌લાઓની તરફેણ કરતા સૌથી વધુ કાયદા ઘડાયા છે. અમારા પક્ષે જ ઇસ્લામી દેશોના પ્રથમ મહિ‌લા વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો, પ્રથમ વિદેશપ્રધાન હીના રબ્બાની અને સંસદનાં પ્રથમ મહિ‌લા અધ્યક્ષ હમિદા મીરઝાને બનાવ્યાં છે. પાક. સંસદમાં ૨૨.પ ટકા મહિ‌લા છે.