PHOTOS: કેલિફોર્નિયાના જંગલોમાં આગ, 700 એકર જંગલ સાફ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના કેલિફોર્નિયામાં સાંતા બાર્બરાના જંગલોમાં આગ લાગવાને કારણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઇ ગયો છે. આગના કારણે એક હજારથી પણ વધુ લોકોએ તેમના રજાના પ્લાન ફેરવી નાખ્યા છે. જંગલ અને આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સોમવારે લાગેલી આગે જંગલની 700 એકર જમીનને પોતાના કબ્જામાં લઇ લીધી હતી. પુર્વ સાંતા બાર્બરા વિસ્તારમાં 12 માઇલ દૂરથી પણ આગ જોવા મળતી હતી. જંગલના પહાડોની ટોચ સુધી આગ પહોંચી ગઇ છે. લાસ પેડરેસ નેશનલ પાર્કમાં ફરવા આવેલા લોકો અને અહીંના સ્થાનિક રહેવાસીઓને બહાર મોકલી દેવાયા છે.

આ આગને કારણે કોઇ જાનહાનિના સમાચાર નથી. ઘણી ઇમારતો અને વાહન પણ આગની ઝપેટમાં આવી ગયા છે. નાગરિકોને સુચના આપવામાં આવી છે કે ઘરની બહાર ના નીકળે અને જો નીકળે તો માસ્ક પહેરીને જ નીકળે. ઘરની બારીઓ પણ બંધ રાખવા જણાવાયું છે.

અધિકારીઓનું કહેવું છે કે હવાના કારણે આગ પર કાબુ નથી મેળવી શકાતો. આગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. 2009માં પણ ગરમીઓમાં આ જંગમોમાં આગ લાગી હતી.

આગે મચાવેલી તબાહીની તસવીરો જોવા ક્લિક કરતા રહો આગળની સ્લાઇડ્