તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Finland A Sikh Get Rights To Wear Turban At Workplace

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિનલેન્ડઃ શિખોને કામ કરતી વખતે પાઘડી પહેરવાનો મળ્યો અધિકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિનલેન્ડમાં એક શિખને નોકરી કરતી વખતે પાઘડી પહેરવાનો અધિકાર મળી ગયો છે. બસ ડ્રાઈવર ગિલ સુખદર્શનસિંહે વર્ષો પછી લાંબી પ્રતીક્ષા બાદ કાર્યસ્થળે પાઘડી પહેરવાનો કાનૂની જંગ જીતી લીધો છે. ગિલે વેલિયો ટ્રાન્સપોર્ટ સાથે ચાલતાં વિવાદમાં જીત મેળવી છે.

ટ્રાન્સપોર્ટ કર્મચારી તથા કંપનીએ હવે એવા કરારનો સ્વીકાર કરવો પડશે જેમાં કર્મચારી ફરજ વખતે પાઘડી પહેરી શકશે. કરાર પ્રમાણે શીખ કર્મચારીઓને હવે તેઓ કંપનીની અથવા પોતાની પાઘડી પહેરવાનો અધિકાર મળી ગયો છે.

આ જીતથી ગિલ ભારે ખુશ છે. ફિનિશ બ્રોડકાસ્ટિંગ કંપનીને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેમના માટે સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે તેઓ નોકરી દરમિયાન પાઘડી પહેરી શકશે.

ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક વેલિયોએ શીખોને પાઘડી પહેરવાની મનાઈ ફરમાવતાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પાઘડી કંપનીના ગણવેશનો ભાગ નથી. આથી કર્મચારીઓ ડ્રાઈવિંગ વખતે તે પહેરી શકે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો