ઘડિયાળ ખરીદવાના પૈસા નહતા તો વેચવા લાગ્યા,7 વર્ષમાં 1100 કરોડની કંપની બનાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટોકહોમ: આ ઘટના 2006ની છે. ત્યારે બધા પાસે મોબાઇલ નહોતા. સમય જાણવા માટે લોકો કાંડાઘડિયાળ પહેરતા હતા. તે સમયમાં સ્વિડનના ફિલિપ ટાઇસેન્ડર હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરીને દુનિયા જોવા નીકળ્યો હતો. જ્યારે તે ઓસ્ટ્રિયામાં હતો ત્યારે તેમની મુલાકાત એક અંગ્રેજ સૈનિક ડેનિયલ વેલિંગ્ટન સાથે થઇ હતી. ડેનિયલે દુનિયાની સૌથા મોંઘી ઘડિયાળો પૈકીની એક રોલેક્સ પહેરી હતી. ઘડિયાળનો બેન્ડ ‘નાટો’ બ્રાન્ડનો હતો. ફિલિપને તે ઘડિયાળ ખૂબ પસંદ આવી હતી. પણ તેની પાસે રોલેક્સ ઘડિયાળ ખરીદવાના પૈસા નહોતા. ત્યારે તેમણે ઘડિયાળનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. બ્રાન્ડ નામ પસંદ કર્યુ ‘ડેનિયલ વેલિંગ્ટન’.

ઇન્સ્ટાગ્રામ પર 20 કરતા વધુ ફોલોઅર્સ

ઘેર પરત ફરીને ફિલિપે રોલેક્સ જેવી ઘડિયાળ ઓનલાઇન વેચવી શરૂ કરી હતી. કામ વધારે નહોતું ચાલ્યું પણ તેનાથી લગભગ 16 લાખ રૂપિયા જમા થઇ ગયા. તે પૈસાથી તેમણે 2009માં ‘ડેનિયલ વેલિંગ્ટન’ કંપની શરૂ કરી. જાતે જ કમ્પ્યુટરથી ડિઝાઇન અને લોગો તૈયાર કર્યો હતો. તેને નાટો વોચ બેન્ડ બનાવનારી ચીનની એક કંપનીને મોકલી આપ્યો હતો. જલદી જ ‘ડેનિયલ વેલિંગ્ટન’ ઘડિયાળો બજારમાં આવી ગઇ હતી. જોવામાં સ્ટાઇલિસ પણ સસ્તી. લોકોએ તેને ખૂબ પસંદ કરી હતી. ફિલિપે તેનું માર્કેટિંગ સોશિયલ મીડિયા પર કર્યુ હતું. આજે ઇન્સ્ટાગ્રામ પર ‘ડેનિયલ વેલિંગ્ટન’ના 20 લાખ કરતાં વધારે ફોલોઅર છે.

અઢી ગણી વધી રેવન્યુ

2014માં કંપનીએ 10 લાખ ઘડિયાળ વેચી હતી. ત્યારે તેનું ટર્નઓવર 470 કરોડ રૂપિયા હતું. પણ વર્ષ બાદ 2015માં તેની રેવન્યુ અઢી ગણી વધીને 1140 કરોડને પાર થઇ હતી. તેમાં ફિલિપનો નફો 450 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષે તેમણે રાજધાની સ્ટોકહોમમાં 85 કરોડ રૂપિયામાં સૌથી મોંઘુ એપાર્ટમેન્ટ ખરીદયું હતું. આજે ફિલિપની કંપનીના સ્ટોકહોમ, લોસ એન્જલિસ, ન્યૂયોર્ક, હોંગકોંગ અને ચીનના શેનઝેનમાં કાર્યાલયો છે. કંપની સ્વિડિશ છે, પણ ભાવ ઓછા રાખવા માટે ઘડિયાળનું મેન્યુફેક્ચરિંગ ચીનમાં થાય છે.
પોતાની સફળતા અંગે શું કહે છે ફિલિપ?

ફિલિપ ટાઇસેન્ડરે પોતાની બ્રાન્ડનું નામ એ અંગ્રેજ સૈનિકના નામ પર ‘ડેનિયલ વેલિંગ્ટન’ રાખ્યું છે. પણ જો ડેનિયલ તેને મળે તો? આ અંગે વાત કરતા ફિલિપ જણાવે છે કે ' ક્યારેક તો મને ઇચ્છા થાય છે કે ડેનિયલ વેલિંગ્ટનને મળું, મારી સફળતા વિશે જણાવું. પછી વિચારું છું કે ના મળું તો સારું. માની લો કે કોઇ દિવસ તેઓ મારી ઓફિસ આવી ગયા તો, પછી માટે ટેબલની નીચે સંતાવું પડશે.'
અન્ય સમાચારો પણ છે...