તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Femen Activists Sneak Into Swedish Mosque To Stage Topless Protest After Throwing Off Their 'burkas'

PHOTOS: જ્યાં ઉઘાડા માથે કોઇ જતું નથી ત્યાં ખુલ્લી છાતીએ મહિલાઓનો હંગામો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇસ્લામમાં મસ્જિદનું ઘણું જ મહત્વ હોય છે. મસ્જિદ એટલે પ્રાર્થનાઘર. સામાન્ય રીતે એવું કહેવાય કે મસ્જિદ એ ખુદાનું ઘર હોય છે. મંદિર, મસ્જિદ કે ચર્ચની પવિત્રતા સામે ભાગ્યે જ કોઇ આંગળી ઉપાડતું હોય છે. જેને ભગવાન કે ખુદામાં શ્રધ્ધા ના હોય એવા વ્યક્તિઓ પણ તેની પવિત્રતા જાળવતા હ્ય છે. આ એક સામાન્ય ચલણ છે.

મસ્જિદમાં કોઇ પણ વ્યક્તિ ઉઘાડા માથે જતું નથી. આવી સ્થિતિમાં શરીરના અન્ય ભાગો ખુલ્લાં હોય એમ તો કેમ બને. એમાં પણ એવાં અંગો જેને મહિલાઓની લાજ માનવામાં આવે છે તેને તો કેમ ખુલ્લાં રખાય? પણ આજના જમાનામાં બધું જ થાય છે.

આજકાલ મહિલાનું એક ગ્રુપ ટોપલેસ પ્રદર્શન કરીને જાણીતું બન્યું છે. ફિમેન નામના આ ગ્રુપે સ્વીડનના સ્ટોકહોમની ની એક મસ્જિદમાં ખુલ્લી છાતીએ પ્રદર્શન કરતાં હંગામો મચી ગયો છે. પહેલાં બુરખાં પહેરીને અંદર ઘુસી ગયેલી મહિલા દેખાવકારોએ મસ્જિદની અંદર ગયા બાદ કપડાં ઉતારી નાખ્યાં હતાં.

પ્રદર્શન કરી દેખાવકારોએ મહિલાઓના હક્કો, પ્રેસ સ્વતંત્રતા, ઘરેલું હિંસા વગેરે જેવા મુદ્દાઓ સામે અવાજ બુલંદ કર્યો હતો.

તેમણે નારા લગાવ્યાં હતાં કે ઇજિપ્તમાં શરિયા નહીં ચાલે અને અમારૂં શરીર અમારૂં છે, અમે મરજી પડે એમ કરીએ. આ મહિલાઓ ઇજિપ્ત, ટ્યુનિશિઆ અને સ્વીડનની હતી.

આગળ તસવીરોમાં જુઓ મસ્જિદમાં કેવી રીતે મહિલાઓએ ઉતારી દીધાં કપડાં?

ક્લિક કરો આગળની સ્લાઇડ્