• Gujarati News
  • Female Student Arrested For Dressing Up As 'Pope' Naked From Waist Down And Handing Out Condoms

આ યુવતીએ કરી એવી હરકત કે પોલીસ દોડતી થઇ ગઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તેણે પોપ જેવા કપડાં પહેર્યા હતા પણ માત્ર શરીર પર નામ માત્રના બે જ કપડાં હતાં. તેના શરીર પર બીજું કંઇ જ પહેરેલું નહોતું. કાર્નેગી મેલોન યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ કરેલી આ હરકતથી ભારે હોબાળો થયો હતો.

તેણે યુનિવર્સિટી કેમ્પસમાં જ આ હરકત કરી હતી. જેની સામે કેથોલિક બિશપે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ વિદ્યાર્થીનીએ કમર નીચે એક પણ કપડું પહેર્યું નહોતું.

તેની સાથે એક વિદ્યાર્થી પણ હતો. એ પણ સાવ નગ્ન હતો. તેની પણ પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ બન્ને જણા કેમ આ રીતે કરી રહ્યા હતા તે અંગે કોઇ માહિતી મળી શકી નહોતી.

19 વરસની તે યુવતીએ નગ્ન પરેડ કરી હતી. આટલું ઓછું હોય એમ તે કોંડોમનું વિતરણ કરી રહી હતી.

આ બાબતે યુનિવર્સિટી દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા હોય એની કોઇ જાણકારી મળી નથી. અત્યારે યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સના કાર્યક્રમો ચાલે છે પણ જાહેરમાં નગ્નતા ગુનો ગણાય છે.