• Gujarati News
  • Facebook Has Finally Taken Some User Feedback And Tried To Improve Their Terms And Conditions.

ફેસબુક 1,જાન્યુઆરી,2015થી પોતાની પોલિસી બદલશે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યુયોર્કઃ ફેસબુક 1,જાન્યુઆરી, 2015થી પોતાના નિયમો, શરતો અને પોલિસીમાં બદલાવ કરવા જઇ રહ્યુ છે. આ માટે કંપનિ તરફથી તેમના વપરાશકર્તાઓને નોટિફિકેશન પણ મોકલવામાં આવી છે. ફેસબુકે કહ્યુ છે કે હવે વપરાશકર્તાઓને ફેસબુકનો ઉપયોગ કરવા માટે ટીપ્સ આપવામાં આવશે અને તેમને ગાઇડ કરવામાં આવશે. કંપની નવા નિયમો મારફતે યુઝર્સને સુરક્ષિત નેટવર્કિગ માટે ગાઇડ કરશે. આ જાણકારી હાલમાં 36 ભાષાઓમાં હશે.
નવા નિયમો આ પ્રમાણે રહેશે
પ્રાઇવેસી બેસિક્સ
આ નિયમ પ્રમાણે વપરાશકર્તાઓને કહેવામાં આવશે કે ફેસબુક પર કેવી રીતે ઇન્ફોર્મેશન પર નિયંત્રણ રાખી શકાય છે. દાખલા તરીકે તમે અનટૈગિંગ, અનફ્રેન્ડિંગ અને બ્લોકિંગ વિશે જાણી શકશો. એટલુ જ નહી પરંતુ તમે તમારી દરેક પોસ્ટ માટે ઓડિયન્સ નક્કી કરવાનું શીખી શકશો.
નજીકના લોકેશનો
ફેસબુક હવે તમાની આસપાસની જરૂરી જાણકારી આપશે. તમારી લોકેશન નાખવા પર ફેસબુક તમારા એકાઉન્ટમાં તે સ્થળની ખાસ રેસ્ટોરન્ટ, તેનું મેનુ, થિયેટર અને લાઇબ્રેરીની પણ જાણકારી ઉપલબ્ધ કરાવશે.
શોપિંગ પણ કરી શકો છો.
ફેસબુક બાય બટનનું પરીક્ષણ કરી રહ્યુ છે જેની મદદથી લોકો ફેસબુક લોગઆઉટ કર્યા વિના જ શોપિંગ કરી શકશે. એટલુ જ નહિ, ફેસબુક મની, ટ્રાજેક્શનને વધુ સરળ બનાવવા પર કામ કરી રહ્યુ છે.
પાસવર્ડ રિકવર થશે
ફેસબુકમાં છેલ્લા કેટલાક સમયથી વિસ્તાર થઇ રહ્યો છે. ફેસબુક ઉપયોગકર્તાઓને પોતાની કંપનીઓ, એપ્સ અને સર્વિસ વિશેની જાણકારી આપશે.જો તમે ઇન્ટાગ્રામનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો પોતાના ફેસબુક એકાઉન્ટની ઇન્ફોમેશનની મદદથી પાસવર્ડ રીકવર કરી શકશો.