ફેસબુકનું મૂલ્ય 12 લાખ કરોડ થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક: વિશ્વભરમાં ભારે લોકપ્રિયતા મેળવનારી સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબૂકનું બજાર મૂલ્ય 200 અબજ ડોલર એટલે કે 12.28 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે જ ફેસબૂક વિશ્વની 22મી સૌથી મોટી કંપની બની ગઈ છે. સોમવારે કંપનીના શેર 77.6 ડોલર પર બંધ થયા હતા. ફેસબૂક મે 2012માં આઈપીઓ લાવી હતી.

ત્યાર બાદ તેના શેરમાં કડાકો બોલાયો હતો, પરંતુ છેલ્લા 12 મહિનામાં મોબાઈલ જાહેરાતની સંખ્યામાં ઉત્તરોત્તર થઈ રહેલા વધારાને પગલે તેના શેરોમાં 81 ટકાનો વધારો થયો હતો. ભારતમાં ટાટાની ટીસીએસ સૌથી મોટી કંપની છે, જેની માર્કેટ કેપ 5.15 લાખ કરોડ છે. ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પાસે ફેસબૂકના 24 ટકા શેર છે. ઝુકરબર્ગની સંપત્તિ એક વર્ષ પહેલાં અંદાજે 92,138 કરોડ રૂપિયા હતી, જે હવે 2.09 લાખ કરોડ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયામાં નંબર-1

1. ફેસબૂક 12.28 લાખ કરોડ
2. ટ્વીટર 1.94 લાખ કરોડ
3. લિંકડિન 1.79 લાખ કરોડ
4. યેલ્પ 36,497 કરોડ
5. ગ્રૂપોન 30.414 કરોડ
આગળ વાંચો, ટેક્નોલોજીમાં 4થો નંબર, વિશ્વમાં 22મા નંબરે, વિશ્વની 22મી સૌથી મોટી કંપની બની ફેસબુક, ફેસબૂકની માર્કેટ કેપ ભારતની ટોચની 3 કંપની જેટલી