આપત્તિના સમયે ફસાયેલા લોકોને શોધવામાં મદદ કરશે ફેસબુક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોક્યો. આપત્તિના સમયે ફસાયેલા લોકોને મદદ કરવા ફેસબુકે 'સેફ્ટી ચેક' નામનું એક ટુલ વિકસાવ્યું છે. આ ટુલનો ઉપયોગ સંકટ સમયે ફસાયેલા લોકોનો સંપર્ક કરવામાં થઈ શકે છે. આ ટુલને ફેસબુકના જાપાની ઇજનેરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
આ ટુલ દ્વારા ફેસબુક સૌ પ્રથમ તમારા પ્રોફાઇલ પરથી લોકેશનની જાણકારી મેળવશે. જો તમારું લોકેશન આપત્તિ પ્રભાવિત ક્ષેત્ર હશે તો તરત જ તમારા પ્રોફાઇલ પર નોટિફિકેશન આવી જશે.

તેમાં પુછવામાં આવશે 'આર યુ સેફ' જો તમે તેના જવાબમાં લખશો કે 'આઈ એમ નોટ સેફ' તો તમારા ફ્રેંડ લિસ્ટ સાથે સંકળાયેલ તમામ લોકોને તેની સૂચના આપી દેવામાં આવશે. અને જો એમ લખશો કે 'આઈ એમ સેફ' તો તે મેસેજ પણ તમારા મિત્રો સુધી પહોંચાડી દેવામાં આવશે જેથી તેઓ નિશ્ચિંત થઈ જાય.