• Gujarati News
  • Facebook Coo Write A Book For Women In Corporate World

મળો FACEBOOKની મહિલા COOને, જેમને બદલી દેવી છે અડધી દુનિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફેસબુકનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરીલ સેંડબર્ગને પ્રથમ વખત જોઇને તમે કદાચ વિચારમાં પડી જશો કે રૂઆબદાર બોસ છે, પરંતુ ખરેખર તો તેવું નથી. શેરીલ પોતે પણ આવું માનતી નથી. અબજો રૂપિયાની કંપનીનાં સીઓઓ તરીકે મોટી જવાબદારી લેવી અને તેને પૂરી કરવી તેમનું કામ છે. જોકે 43 વર્ષીય સેંડબર્ગની કાર્યશૈલીને જોઇને તમને એવું થયા વગર રહેશે નહીં કે તેમનો જન્મ 43 વર્ષે જ થયો હશે.

તેમના પરિવારનાં લોકોનું માનીએ તો સેંડબર્ગ બાળપણમાં ક્યારેય રમવા જતી ન હતી. તે બીજા બાળકોની રમતને સંગઠિત કરતી હતી. તેમની એ ખાસિયત સ્વાભાવિક રીતે લીડરશીપની જ હતી. માટે જ હવે તેમના માટે લીડરશીપ ચેલેન્જ નથી રહી. જોકે હવે તેમણે નવું જ અભિયાન શરૂ કર્યું છે. સત્તાનાં સંતુલનમાં બદલાવનો. પોતાની પ્રથમ બુક 'લીન ઇન' દ્વારા તે મહિલાઓને પોતાનાં કરીયરમાં તેજીથી આગળ વધવા માટે, કોર્પોરેટ કામકાજમાં પોતાની હિસ્સેદારી વધારવા અને બોસ બનવાનો પડકાર સ્વીકાર કરવા માટે પ્રેરિત કરી રહી છે.

વાંચો આગળ, આ બુક વિશે.... શેરીલ કેવી રીતે કોર્પોરેટ વિશ્વમાં કામ કરતાં લોકોને પાનો ચડાવે છે... જુઓ તેમની લાક્ષણિક અદાઓ અને વાંચો વિશેષ અહેવાલ... શેરીલ ખરેખર કેટલાય લોકોની આદર્શ છે...