જેરુસલેમ મુદ્દે બેથલેહામમાં ભારે હિંસા: પેલેસ્ટેનિયનો-ઈઝરાયલી સુરક્ષા દળો આમને-સામને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઈઝરાયલના પાટનગર તરીકે મંજૂરી આપતાંની સાથે જ સમગ્ર મધ્યપૂર્વના દેશોમાં બળવા શરૂ થઈ ગયા છે. પેલેસ્ટાઈનના જુદા જુદા ભાગો સહિત વેસ્ટ બેન્કના બેથલેહામ શહેરમાં પણ લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. નારાજ દેખાવકારોએ ટ્રમ્પના પૂતળાને બાળ્યું હતું અને પથ્થરમારો પણ કર્યો હતો. આ દરમિયાન ઈઝરાયલી સુરક્ષાદળો અને પેલેસ્ટાઈની નાગરિકો વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી. દરમિયાન દેખાવકારો પર ઈઝરાયલી સુરક્ષાદળોએ ટિયરગેસનો મારો ચલાવ્યો હતો. જોકે ટ્રમ્પના આ નિર્ણયની સાથે પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે ફરી નવો વિવાદ સર્જાઈ ગયો છે અને તેના કારણે બંને દેશો વચ્ચેની શાંતિવાર્તા પણ હવે ખોરવાઈ જશે તેવો આભાસ થઈ રહ્યો છે.

 

જેેરુસલેમ વિવાદ મુદ્દે US એકલું પડ્યું: અરબ, યુરોપ સાથે યુએનએ પણ ટ્રમ્પનો નિર્ણય નકાર્યો

 

લંડન-વૉશિંગ્ટન: જેરુસલેમને ઈઝરાયલની રાજધાની જાહેર કરવાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર અમેરિકા દુનિયામાં એકલું પડતું જોવા મળી રહ્યું છે. અરબ અને યુરોપીય યુનિયનની સાથે જ બ્રિટન, જર્મની જેવા અન્ય અનેક દેશોની સાથે જ યુએને અમેરિકન પ્રમુખની આ જાહેરાતનો ખૂલીને વિરોધ કર્યો છે. યુએન સુરક્ષા પરિષદના બે સ્થાયી સભ્યો - બ્રિટન, ફ્રાન્સની સાથે જ અસ્થાયી સભ્યો બોલિવિયા, ઈજિપ્ત, ઈટાલી, સેનેગલ, સ્વિડન અને ઉરુગ્વેની માગ અને મુદ્દાની ગંભીરતા જોતા યુએને શુક્રવારે ઈમર્જન્સી બેઠક બોલાવી છે. ઈજિપ્ત અને અરબ દેશોએ કહ્યું કે અમેરિકાએ પેલેસ્ટાઈન અને ઈઝરાયલનો મુદ્દો ઉકેલવા માટે મધ્યસ્થીની સંભાવનાઓ ખતમ કરી દીધી છે. ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીએ કહ્યું છે કે તેનાથી ઈઝરાયલ-પેલેસ્ટાઈનનો મુદ્દો વધુ ગૂંચવાશે. પેલેસ્ટાઈન શરણાર્થી ગાઝાપટ્ટી, યમન અને અનેક સ્થળો પર અમેરિકા વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે. ઈન્ડોનેશિયા, મલેશિયા, ચીને પણ અમેરિકન નિર્ણયનો વિરોધ કર્યો છે. સાઉદી અરબે કહ્યું કે તેનાં ગંભીર પરિણામ આવશે. તૂર્કીએ અમેરિકાને તેના નિર્ણય પર વિચાર કરવા કહ્યું છે.

 

પેલેસ્ટાઈન અંગે અમારું વલણ કોઈ ત્રીજો દેશ નિશ્ચિત નહીં કરે : ભારત

 

ટ્રમ્પની જાહેરાત બાદ ભારતના દૂતાવાસ જેરુસલેમ શિફ્ટ કરવાની માગ પર ભારતે તેનું વલણ સ્પષ્ટ કરતા એવું કરવાનો ઈનકાર કરી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું, પેલેસ્ટાઈન પર કર્યો નિર્ણય લેવાનો છે, તેના માટે ભારત સંપૂર્ણરૂપે સ્વતંત્ર છે અને કોઈ પણ દેશ કયો નિર્ણય લે છે, તેની ભારત પર કોઈ અસર નહીં પડે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સૂચન કર્યું હતું કે ભારતે પણ યુએસની જેમ તેમના દૂતાવાસને જેરુસલેમ શિફ્ટ કરવા જોઈએ.

 

પેલેસ્ટાઈને કહ્યું - ઈઝરાયલની માન્યતા ખતમ કરીશું


ટ્રમ્પની જાહેરાત પર પેલેસ્ટાઈનના પ્રમુખ મહમૂદ અબ્બાસે કહ્યું કે અમેરિકાનો નિર્ણય પેલેસ્ટાઈનવાસીઓ અને અરબ જગતને મંજૂર નથી. અમે તેના વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમર્થન એકત્ર કરીશું. બીજી બાજુ ઈસ્લામિક સંગઠન હમાસે તેને પેલેસ્ટાઈન લોકો પર હુમલો ગણાવ્યો છે અને અરબ અને મુસ્લિમ દેશોને અમેરિકા વિરુદ્ધ એકત્ર થવાની અપીલ કરી છે. બીજી બાજુ આતંકી સંગઠન અલ કાયદા અને આઈએસે અમેરિકા પર હુમલાની ધમકી આપી છે.


બેથલેહામમાં ક્રિસમસની ઉજવણી, રામલ્લા અંધારામાં


 અમેરિકન દૂતાવાસને તેલ અવીવથી જેરુસલેમ લાવવાના ટ્રમ્પના નિર્ણય પર ઈઝરાયલમાં ખુશી છે. ખ્રિસ્તીઓ ઈશુના જન્મ સ્થળ બેથલેહામમાં પ્રકાશ કરી ઉજવણી કરી રહ્યા છે અને રામલ્લામાં અંધારુ છવાઈ ગયું છે.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...