તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભલે ચંદ્ર પર જનારો બીજો, પરંતુ પહેલી સ્પેસ સેલ્ફી તો મારી જ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોશિંગ્ટન (અમેરિકા): બરાબર 47 વર્ષ પહેલાં આજનો દિવસ ઇતિહાસમાં નોંધાઈ ગયો હતો. કારણ પણ એટલું મોટું હતું. ચંદ્ર પર પહેલી વખત માણસે પગલું મૂક્યું હતું. આ મિશનમાં અવકાશયાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ અને બજ એલ્ડ્રિન જોડાયા હતા. રસપ્રદ બાબત એ છે કે એલ્ડ્રિને પહેલી વખત અરજી કરી હતી. ત્યારે તેમને નાસાએ નકારી કાઢ્યા હતા પરંતુ તે જાણતા હતા કે આકાશની કોઈ સરહદ નથી. તેમણે ફરીથી પ્રયત્ન કર્યો અને ઇતિહાસમાં જગ્યા બનાવી.
ચંદ્ર પર પગ મૂક્યાનાં આજે 47 વર્ષ પૂરાં થયા

આવા જ કેટલાક કિસ્સા અને અનુભવ એલ્ડ્રિને તેમના પુસ્તક ‘નો ડ્રીમ ઈઝ ટુ હાઈ - લાઈફ લેસન્સ ફ્રોમ મેન હુ વોક્ડ ઓન ધ મૂન’માં શેર કર્યા છે. એલ્ડ્રિન હવે 86 વર્ષના થઈ ગયા છે અને આ વયમાં જરા પણ થાક તેમના ચહેરા પર દેખાતો નથી. તાજેતરમાં જ તે બ્રિટન અને અમેરિકામાં 10 સપ્તાહની ‘બુક ટૂર’ કરીને પાછા ફર્યા છે. જેમાં તેમણે જીવન અંગે લોકો સાથે મુક્તમને વાતચીત કરી. આ બુકમાં એલ્ડ્રિને આ અવિશ્વસનીય પ્રવાસની શરૂઆત અંગે જણાવ્યું છે. તે જણાવે છે 17 વર્ષની વયે જ મેં નિશ્ચય કરી લીધો હતો કે જીવન દેશસેવા માટે જ સમર્પિત કરવાનું છે. આ જુસ્સાએ મને હંમેશા પ્રેરણા આપી.
કમાન્ડર નીલ પહેલી વ્યક્તિ બન્યા હતા

ચંદ્ર પર પગ મૂકનારી બીજી વ્યક્તિ કહેવાતા એલ્ડ્રિનને જરા પણ ખરાબ નથી લાગતું. તે લખે છે, ‘હું પ્રથમ વ્યક્તિ બની શક્યો હોત. પહેલાના બધા મિશનમાં ક્રૂ મેમ્બર્સમાં જુનિયર ઓફિસરને જ સ્પેસવૉકની તક અપાતી હતી પરંતુ અમારા મિશનના થોડા સમય પહેલાં જ નાસાએ પ્રક્રિયા બદલી હતી. તેથી કમાન્ડર નીલ પહેલી વ્યક્તિ બન્યા. તે લખે છે ભલે આ કામ માટે પહેલનો જશ તેમને ન મળી શક્યો પરંતુ મેં અનેક ટેક્નોલોજીમાં વિશેષ યોગદાન આપ્યું છે.

જેમ કે પહેલી સ્પેસ સેલ્ફી લેવાનું શ્રેય મને મળ્યું છે. હું ભવિષ્યની યોજનાઓ પર કામ કરી રહ્યો છું. બાકી બાબતો અર્થહીન છે. અને હું તેને જીવનની વધુ એક શીખ તરીકે જોઉં છું. તમે ઇતિહાસ બદલી નથી શકતા. હું ઇતિહાસ બદલવા પણ નથી માગતો. ત્યાં એક કેમેરો પણ હતો, મેં તેનાથી તસવીરો પણ લીધી, પરંતુ આપણે સેલફોનનો ઉપયોગ કરવા ન લાગ્યા ત્યાં સુધી તેના પર કોઈનું ધ્યાન ગયું નહોતું.

ઐતિહાસિક મિશન પરથી પાછા ફર્યા બાદ એલ્ડ્રિને ઘણાં દુ:ખોનો સામનો કરવો પડ્યો. થોડા જ સમય બાદ તેમની માતાએ આત્મહત્યા કરી લીધી. આ દુ:ખમાં તે દારૂ પીવા લાગ્યા હતા પરંતુ પ્રોફેશનલ્સની મદદથી તેમાંથી બહાર નીકળી શક્યા.

જે એલ્ડ્રિન સ્પેસ મિશન પર કામ કરી રહ્યા છે તે કહે છે કે આ પુસ્તક એવા સમયે આવ્યું છે જ્યારે બધું જ બરાબર થઈ ગયું છે. એટલે કે તે ભવિષ્ય માટે છે. બુકના અંતિમ પ્રકરણમાં તેમણે સૌથી ખાસ વાતનો ઉલ્લેખ કર્યો છે, જે મંગળ પર માણસોના વસવાટ અંગે છે. જેમ કે સ્ટીફન હોકિંગ કહે છે કે આપણે અન્ય કોઈ જગ્યાએ વસવાટ માટે કામ કરવું જોઈએ, જેથી વિશ્વ ખતમ થઈ જાય તોપણ આગામી પેઢીઓનું અસ્તિત્વ જળવાઈ રહે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો