- ગ્રીસમાં આજે જનમત સંગ્રહ, વિશ્વની નજર
- સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી વોટિંગ, બે કલાક બાદ વલણ
એથેન્સ: શું ગ્રીસ પોતાના સૌથી મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકશેω શું તે યૂરોઝોનની બહાર થઇ જશે સરકાર બચશે કે પડી જશેω દુનિયાની અર્થવ્યવસ્થા કઇ તરફ જશેω આ સવાલોનો જવાબ રવિવારે મળી જશે. સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ગ્રીસમાં જનમત સંગ્રહ થશે. જો બહુમતિ લોકોએ યસ પર વોટિંગ કર્યુ તો યૂરોપીયન યૂનિયન ગ્રીસને બેલ આઉટ પેકેજ આપી શકે છે. તેનાથી તેનું સંકટ હાલ ટળી જશે. પણ ના નો અર્થ થશે યૂરોઝોનની બહાર થવું, જે તેને વધારે બરબાદ કરી દેશે.
લોકો હા કહેવાના મૂડમાં : ગ્રીસની જનતા યૂરો ઝોનની બહાર નથી જવા ચાહતી, કારણ કે તેનાથી તેની મુસીબતોમાં વધુ વૃદ્ધી થઇ શકે છે. તમામ ઓપિનિયન પોલ પણ આ જ સંકેત આપી રહ્યા છે કે જનતા શરતો માનવાનાં મૂડમાં છે.
સરકાર ‘નો’ સાંભળવા માગે છે...
‘નો’ નો અર્થ સરકારના સૂરમાં સૂર મિલાવવાનો હશે. તેનાથી ગ્રીસ ભલે જ યુરોઝોનમાંથી બહાર થઇ જશે પરંતુ સરકાર મજબૂત થશે. વડાપ્રધાન સિપ્રાસે જણાવ્યું છે કે જનતા નો કહે છે તો તેમના હાથ મજબૂત થશે અને કડક શરતો સાથે બેલઆઉટ ફંડ અટકાવનારા કરજદાતા પોતાનું વલણ ફ્લેક્સિબલ કરવા મજબૂર થશે.
‘ના’ કહ્યું તો શું થશે
ગ્રીસને યુરો ઝોનની બહાર જવું પડશે. યુરોપને 1000 અબજ યુરોનું નુકસાન થશે પરંતુ યુરો ઝોનના દેશો કહે છે કે ખાસ અસર થશે નહીં. કારણ કે તેમના સંયુક્ત અર્થતંત્રના 2 ટકા છે.
‘હા’ કહેશે તો શું થશે ?
ગ્રીસનું આર્થિક સંકટ ટળી જશે,પરંતુ રાજકીય સંકટ વધી જશે.વડાપ્રધાનને રાજીનામુ આપવું પડી શકે છે.કે પછી પ્રમુખ તેમને બરતરફ કરીને વચગાળાની ચૂંટણી જાહેર કરી શકે છે.
ઓપિનિયન પોલમાં વડાપ્રધાન હારી રહ્યા છે
44.8 ટકા લોકો શરતોના પક્ષમાં છે અને 43.4 ટકા લોકો વિરોધમાં.11.8 ટકાનું કહેવું છે કે હાલમાં નિર્ણય નથી કર્યો.
ભારતીય અર્થવ્યવસ્થા પણ થશે પ્રભાવિત
યુરોપીય અર્થવ્યવસ્થામાં ભૂકંપ આવવાથી ભારતીય અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થશે. વાસ્તવમાં ભારતના નિકાસનો લગભગ પાંચમો ભાગ યુરોપમાં જાય છે જ્યારે આયાતનો છઠ્ઠો ભાગ યુરોપમાંથી આવે છે. કોમર્સ એન્ડ ઇન્ડસ્ટીઝ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે ગયા વર્ષે 2013-14માં દેશના 31440.53 કરોડ ડોલરના નિકાસમાં યુરોપનો ભાગ 5832.61 કરોડ ડોલર (18.55 ટકા) અને 45019.98 કરોડ ડોલરના આયાતમાં યુરોપમાંથી 7101.03 કરોડ ડોલર આયાત થયુ હતું.
આગળની સ્લાઇડમાં જુઓઃ ગ્રીસ સંકટ અંગે તે બધુ જ જે તમે જાણવા માંગો છો