8 ફુટબોલ ગ્રાઉન્ડ જેટલો વિશાળ છે યુરોપનો સૌથી મોટો વોટર પાર્ક, જુઓ PIX

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ટ્રોપિકલ આઇલેન્ડ રિસોર્ટ, યુરોપનો સૌથી વિશાળ વોટર પાર્ક)
બર્લિનઃ એરક્રાફ્ટ હેંગર જેવી દેખાતી આ જગ્યા યુરોપના સૌથી વિશાળા વોટરપાર્કની છે. આ જગ્યાને પિલર વગર તૈયાર કરવામાં આવેલા વિશ્વના સૌથી વિશાળ હોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છે, 66,000 સ્ક્વેયર મીટરમાં બનેલો ટ્રોપિકલ આઇલેન્ડ રિસોર્ટ. તેની લંબાઇ એટલી વિશાળ છે કે, તેની અંદર સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી પણ ફીટ થઇ જાય.

એરક્રાફ્ટ હેંગરમાંથી વોટર પાર્ક કેવી રીતે બન્યો
આ વોટરપાર્ક બર્લિન શહેરની નજીક આવેલા ક્રોસ્નિકમાં છે, જેને સેન્ટ્રલ યુરોપનું સૌથી વિશાળ પર્યટન સ્થળ ગણવામાં આવે છે. એક સમયે આ જગ્યા જેપેલિન વિમાનનું એરક્રાફ્ટ હેંગર હતું, પરંતુ 1992માં તેનો માલિક દેવાળીયો થયો. બાદમાં આ હેંગર અત્યંત ખરાબ અવસ્થામાં હતું, જેને 10 વર્ષ પહેલા એક મલેશિયન કંપનીએ રિનોવેટ કર્યું.
વોટરપાર્કની ખાસિયત

- આ વોટર પાર્ક અંદાજે આઠ ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું વિશાળ છે, જેમાં તળાવ અને સુંદર જંગલ જોવા મળશે. અહીંયા આર્ટિફિશિયલ બીચ પણ છે.
- આ વોટર પાર્કમાં જર્મનીની સૌથી ઊંચી વોટર રાઇડ છે. તે સિવાય અહીંયાનું તાપમાન હંમેશા 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહે છે. આથી, અહીંયાનું વાતાવરણ પણ મોટી સંખ્યામાં પર્યટકોને અહીં ખેંચી લાવે છે.
- રિસોર્ટનું ઇન્ડોર રેઇન ફોરેસ્ટ અંદાજે એક કિમીમાં પથરાયેલું છે. જેમાં અંદાજે 50,000 વૃક્ષો અને છોડ છે. અહીંયા અંદાજે 600 જેટલા વિવિધ પ્રજાતિઓના છોડ છે.
- આ રિસોર્ટમાં બાર, સ્પા, સોના, તળાવો અને ગુફાઓ છે, જેની મજા એક સાથે 6,000 પર્યટકો લઇ શકે છે. અહીંયા આવેલા રૂમ અને લોજમાં 522 બેડની સાથે ઘણા બધા ટેન્ટહાઉસની સુવિધા પણ છે.
- અહીંયા ભારતના એલિફન્ટ ટેમ્પલ અને કંબોડિયાના અંકોર વાટ ટેમ્પલની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે.
ટિકિટ
ટ્રોપિકલ આઇલેન્ડ રિસોર્ટ ખાતે એક રાત રોકાવાનું ભાડું બે વ્યક્તિઓ માટેઃ 138 યુરો (અંદાજે 11,129 રૂ.) જેટલું છે. જો કે, સીઝન પ્રમાણે આ ભાવમાં બદલાવ શક્ય છે.

સ્લાઇડ બદલો ને જુઓ આ ભવ્ય રિસોર્ટની કેટલીક તસવીરો