તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

19 ટાપુ દેશોનાં લોકો હવે યુરોપનાં 26 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેરેબિયન અને પેસિફિક ક્ષેત્રનાં 16 નાના ટાપુ દેશો, યુએઇ, પેરુ અને કોલંબિયાનાં નાગરિકો હવે યુરોપિયન યુનિયનનાં 26 દેશોમાં વિઝા વિના આવ-જા કરી શકશે. આ છૂટ સ્કેન્જન યુનિયનમાં પ્રવેશ માટે આપવામાં આવી છે, જે યુરોપનાં 26 દેશોનો સમૂહ છે. યુરોપિયન સંસદનાં કમિશ્નરે એ વાતને સમર્થન આપ્યું છે કે સંસદે આ 19 દેશનાં નાગરિકોની વિઝામુક્ત મુસાફરીની તરફેણમાં મતદાન કર્યું છે.

યુરોપિયન યુનિયનનાં હોમ અફેર્સ કમિશ્નર સેસિલીયા મામસ્ટોર્મે જણાવ્યું હતું કે હું ખુશ છું કે એક વાર જરૂરી પ્રક્રિયા પૂરી થઇ જાય પછી યુરોપિયન નાગરિકો માટે પણ ઘણી તકો અને લાભ મળવાનાં શરૂ થઇ જશે. એટલે કે આ 19 દેશોમાં જવા માટે યુરોપિયન યુનિયનનાં નાગરિકોએ વીઝા મેળવવાની જરૂર નહીં પડે.

નવેમ્બર 2012માં કમિશને વિઝાની જરૂરિયાતમાંથી બાકાત એવા દેશોની યાદીમાં 5 કેરેબિયન ટાપુ દેશો, 10 પેસિફીક ટાપુ દેશો અને ટિમોર લેસ્તેનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું.

બ્રિટનનાં પ્રભુત્વવાળા વિદેશી વિસ્તારોમાં યુકેનાં રહેવાસી ન હોય તેવા અમુક વર્ગનાં બ્રિટીશ નાગરિકોને પણ વિઝામુક્તિની યોજનામાં સમાવી લેવાયા છે.

સુધારેલી વિઝામુક્તિ યાદી ઓફિશિયલ જર્નલમાં પ્રકાશિત કરાયા પછી યુરોપિયન કમિશન આ 19 દેશો સાથે વિઝામુક્તિ કરાર પર વાટાઘાટો કરવા કાઉન્સિલ તરફથી આદેશ મેળવશે.

સ્કેન્જન એરિયા શું છે, તેમાં કેટલા દેશો આવે છે- વધુ વાંચો આગળ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો