તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Ethiopian Bodi Tribe Drinking Blood And Milk To Become Fatty

અનોખો દેશ, નથી પહેરવેશ, હીરો બનવા કરે છે ક્રૂર કામ- PIX

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્લિમ દેખાવવું એ દરેકની આદર્શ ઈચ્છા હોય છે, પરંતુ યૂથોપિયાની મેકન જનજાતિ માટે દેખાવડા શરીરનો મતલબ કંઈક જુદો જ છે. યૂથોપિયાના સુદૂર કિનારે આવેલી ઓમો ઘાટીમાં રહેતા મેકન (બોડી) જનજાતિના લોકો વચ્ચે એક વિચિત્ર પ્રથા ચલણમાં છે. અહીં નવા વર્ષની ઉજવણી દરમિયાન પુરૂષ શરીરને જાડું બનાવવા માટે ક્રૂરતાનો માર્ગ અપનાવે છે.

આ જનજાતિના યુવકો ભીમકાય શરીર મેળવવા માટે ગાયનું લોહી અને દૂધનું એમ બન્નેના મિશ્રણનું સેવન કરે છે. સતત છ માસ સુધી આ રીતે દરરોજ તેઓ સેવન કરે છે. છ મહિના વિત્યા બાદ કોઈ એક યુવાનને વિજેતા પસંદ કરવામાં આવે છે. આ વિજેતા યુવકને આજીવન કબિલાના લોકો હીરો માની લેતા હોય છે.

ફ્રેન્ચ ફોટોગ્રાફર એરિક લેફોર્ગે મેકન જનજાતિની આ પ્રથાને પોતાના કચકડે કંડારવામાં આવી છે. એરિકે દક્ષિણ-પશ્ચિમી યૂથોપિયાની પોતાની મુલાકાત દરમિયાન આ જનજાતિના લોકો સાથે મોટાભાગનો સમય વિતાવ્યો હતો અને તેમની પ્રથા વિશે જાણ્યું હતું.

એરિક દ્વારા લેવાયેલી કેટલીક તસવીરોને જોવા સ્લાઈડ આગળ બદલો...

નોંધઃ તસવીરો વિચલિત કરી શકે છે