તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Equipped With Smart Sensors Will Change The Lives Of Cloth

સેન્સરથી સજ્જ સ્માર્ટ ક્લોથ જીવન બદલી દેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સેન્સરથી સજ્જ સ્માર્ટ ક્લોથ જીવન બદલી દેશે
-તમારું ટી શર્ટ તમારું જીવન બચાવવામાં મદદરૂપ બને તેવું હોય તો કેવું રહે
તમારું ટી શર્ટ તમારું જીવન બચાવવામાં મદદરૂપ બને તેવું હોય તો કેવું રહે?અનેક કંપની શરીરના મહત્ત્વપૂર્ણ સંકેતો પર નજર રાખવા માટે કહેવાતા સ્માર્ટ કાપડના ફેબ્રિકમાં સેન્સર પરોવે છે.ગયા વર્ષે જ એક ડઝન કંપનીઓ આ ક્ષેત્રમાં આવી ચૂકી છે.ઇલેકટ્રોનિક્સ એનાલિસ્ટ શેન વાકરની ધારણા છે કે વિશ્વમાં ૨૦૧૪ સુધીમાં સ્માર્ટ વસ્ત્રોનું વાર્ષિ‌ક વેચાણ ૬૦.પ૦ કરોડ ડોલરનું થઇ જશે.સુવિધાઓને કારણે આવા વસ્ત્રોનું વેચાણ વધી રહ્યું છે.
હીસ્પિલોન કંપનીએ એક ફિટનેસ ગિયર બનાવ્યા છે.તે વસ્ત્ર કેવરીના ખર્ચ, હૃદયના ધબકારા અને શ્વાસ પર નજર રાખે છે.આ મહિ‌ને બજારમાં આવનારા વસ્ત્રોને ધોઇ પણ શકાશે.કંપનીની યોજના આવતા વર્ષે એવા મોજા બજારમાં મૂકવાની છેક દોડતી વખતે શરીરના વજન અને ગતિને જોઇને ફોન એપની મદદથી સુધારા સૂચવશે.એક જોડી મોજાની કિંમત ૧૯૯ ડોલર રહેશે.
મેસોચુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના સ્નાતક દ્વારા ઊભી કરવામાં આવેલી કંપની રેસ્ટ ડીવાઇસીસે બાળકોના રોમ્પર મિમો વેચવાની શરૂઆત કરી છે.રોમ્પર બાળકના અચાનક મૃત્યુ થવાની આશંકાના સંકેત આપશે.ફસ્ર્ટ વિરાંન્ગ સિસ્ટમ ફર્મ એવી બ્રાનું પરીક્ષણ કરી રહી છે કે જે સ્તન કેન્સરની ઓળખ કરશે. સ્માર્ટ વસ્ત્રોની પણ એક મર્યાદા હોય છે. કેટલાક સંશોધનકર્તાઓએ સ્તન કેન્સર બ્રાની ઉપયોગિતા સામે શંકા વ્યક્ત કરી છે.સ્માર્ટ વસ્ત્રોનું બજાર વધી રહ્યું છ પરંતુ પહેરવામાં આવતી ટેક્નોલોજીનો તે ખૂબ નાનો હિ‌સ્સો છે.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક....