પાકિસ્તાનમાં હિંસાની આશંકા વચ્ચે આજે મતદાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવાઝ શરિફનો પક્ષ પાકિસ્તાનમાં સરકાર બનાવશે તે લગભગ નક્કી થઇ ગયું છે,

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ને લોકોએ બહુમત આપી નવી સરકાર રચવા આહવાન કર્યું છે, શરિફે અનૌઅપચારિક રીતે પોતાના પક્ષના વિજયની જાહેરાત પણ કરી દીધી છે. જોકે કોઇ એક પક્ષને સંપુર્ણ બહુમતી નહી મળે એમ સ્થાનિક મિડીયા કહે છે.

ચારે તરફથી શરિફને અભિનંદન આવવાની શરૂઆત થઇ ગઇ છે. આ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવનાર શરિફની દિકરી મરિયમે જણાવ્યું છે કે લોકોએ આખરે સાચી દિશામાં મતદાન કર્યું છે અને તેમના પિતા લોકોની અપેક્ષા પર ખરા ઉતરશે.

- નવાઝ શરીફ અને ઇમરાન ખાનનો વિજય

પાકિસ્તાનમાં શનિવારે યોજાયેલી ચૂંટણી પછી મતગણતરીમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)એ આગેકૂચ જારી રાખી છે. મોડી રાત્રે સંસદની ૨૭૨ બેઠકોમાંથી મળેલા ૨૫૫ બેઠકોના ટ્રેન્ડિગ માંથી નવાઝ શરીફનો પક્ષ ૧૧૨ બેઠકો સાથે સૌથી આગળ હતો.

ઈમરાન ખાનનો તેહરીકે ઈન્સાફ પક્ષ ૩૭ બેઠકો પર અને ઝરદારીનો પાકિસ્તાન પીપલ્સ પક્ષ ૩૭ બેઠકો પર આગળ હતો. અન્ય ૬૯ બેઠકો પર આગળ હતા. નવાઝ શરીફનો પંજાબ પ્રાંતના સરગોધામાંથી અને ઈમરાન ખાનનો પેશાવરમાંથી વિજય થયો હતો. અગાઉ મતદાન દરમિયાન હિંસામાં ૨૪ લોકો માર્યા ગયા હતા. તાલિબાનની ધમકી છતાં લોકોએ મોટા પાયે મતદાન કર્યું હતું.

નવાઝ શરીફે વિજયને વધાવ્યો

નવાજ શરીફ સરગોધા બેઠક પરથી વિજયી થયા છે, જ્યારે ઈમરાનખાન પેશાવરની બેઠક પરથી વિજયી થયા છે. જોકે ઈમરાન ખાન લાહોર બેઠક પ રથી હારી ગયા છે. નવાઝ શરીફે પાર્ટીના મુખ્ય કાર્યાલય પર કાર્યકરોને સંબોધીત કરતાં કહ્યું હતું, ''અલ્લાહે વધુ એક વખત આપણને દેશની સેવા કરવાનો મોકો આપ્યો છે. આપણે બધાને સાથે લઈને ચાલીશું. તમામ પાર્ટીઓ સાથે મળીને દેશની સમસ્યાઓને ઉકેલવાની નેમ શરીફે વ્યક્ત કરી હતી. નવાઝે તમામ વિરોધીઓને માફ કરીને યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.''
ઓમર અબ્દુલ્લાહે અભિનંદન પાઠવ્યા
જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે પાકિસતાનના વડાપ્રધાન નવાઝ શરીફને અભિનંદન પાઠવ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે, તાજેતરની હિંસક ચૂંટણીઓ પછી લોકોને વિશ્વાસ બેસી ગયો છે કે, કટ્ટરવાદીઓ સારા કે ખરાબ નથી હોતા. દરેક પ્રકારનો કટ્ટરવાદ ખરાબ જ હોય છે. નવાઝ શરીફને અભિનંદન. મને આશા છે કે, તેઓ અપાયેલા વચનોને પૂર્ણ કરશે. વર્ષ 1999થી બંધ પડેલી શાંતિપ્રક્રિયા વધુ એક વખત ગતિસભર બનશે.


- પાક. નેશનલ એસેમ્બલિ

નેશનલ એસેમબ્લીમાં કુલ 342 સીટો છે. બહુમતી માટે 172 સીટ પર જીત જરૂરી છે.

અત્યાર સુધીના પરિણામ

PML-N 126
PPP 32
PTI ૩4

વધુ અહેવાલ માટે આગળ તસવીરો બદલતાં જાવ...