પાકિસ્તાનમાં હિંસાની આશંકા વચ્ચે આજે મતદાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૭૩ હજારમાંથી ૨૦ હજાર મતદાનકેન્દ્રો પર આતંકવાદી હુમલાની આશંકા, છ લાખ સુરક્ષા કર્મચારી તૈનાત

પાકિસ્તાનમાં હિંસા અને વિરોધ વચ્ચે શનિવારે નેશનલ એસેમ્બલિ અને પ્રાંતીય એસેમ્બલિઓ માટે મતદાન યોજાશે. દેશમાં પ્રથમ વાર લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. પ્રથમ વાર જ લોકશાહી રીતે સત્તાની સોંપણી થઇ રહી છે. ગત વખતે પરવેઝ મુશર્રફે લશ્કરી શાસનનો અંત આણીને ચૂંટણીઓ યોજી હતી.

વિભિન્ન આતંકવાદી સંગઠનોએ મતદાન કેન્દ્રો પર હુમલા કરવાની ધમકી આપી છે. દેશમાં ૭૩ હજારમાંથી ૨૦ હજાર કેન્દ્રો પર હુમલાની આશંકા છે. સમગ્ર દેશમાં છ લાખ સુરક્ષા કર્મચારીઓ અને સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે.

- ગિલાનીના પુત્રની કોઇ ભાળ મળી નથી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીના પુત્ર અલી હૈદર વિશે શુક્રવારે પણ કોઇ ભાળ મળી નથી. હૈદરને લશ્કર-એ-ઝાંગવી અને સપિહ-એ-સહાબાએ ધમકીઓ આપી હતી. પોલીસે પાંચ શકમંદોની ધરપકડ કરી છે. એવું જાણવા મળ્યું છે કે, લશ્કર-એ-ઝાંગવીના ગઢ કબીરવાલા લઇ જવામાં આવ્યા હતા.

- નેશનલ એસેમ્બલિ

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલિના સભ્યોની સંખ્યા ૩૪૨ છે પરંતુ ચૂંટણી ૨૭૨ મતવિસ્તારોમાં યોજાશે. બાકીની ૭૦ બેઠકમાંથી ૬૦ મહિલાઓ અને ૧૦ નોન-મુસ્લિમો માટે અનામત છે. નેશનલ એસેમ્બલિ માટે ૪,૬૭૧ ઉમેદવાર મેદાનમાં છે. તેમાંથી સૌથીવધુ ફાટાની ૧૨ બેઠકમાં દરેક પર ૨૮ ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.