આ છે કેનેડાનું મોટું તળાવ, 25 વર્ષથી નીકળે છે હિરા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફેટ લેકની ફાઈલ તસવીર)

ઈન્ટરનેશનલ ડેસ્કઃ તસવીરમાં તમે સાઈબીરિયાની ક્રેટર નહીં પણ કેનેડાની એકાતી ( Ekati) ખાણ જોઈ રહ્યા છો. સ્થાનિક ભાષામાં એકાતીને ફેટ લેક એટલે કે મોટું તળાવ કહેવાય છે. આ તળાવના પ્રથમ સપાટીમાં જ હીરાની ખાણ છે. સત્તાવાર રીતે આની શરૂઆત 14 ઓક્ટોબર 1998થી થઈ હતી. આ તળાવ પશ્રિમોત્તર કેનેડાના લેક ડી ગ્રેસ (તૂ ઉ) પાસે આર્ટિક સર્કલથી 200 કિમી જેટલું દૂર છે. જ્યારે યેલોનાઈફ શહેરથી પૂર્વમાં 300 કિમી જેટલા અંતરે આવેલું છે.
આ ખાણ બીએચપી બિલિટન ડાયમન્ડસ ( 80 ટકા) અને ભૂસ્તર વૈજ્ઞાનિક ચાર્લ્સ ઈ ફિપ્કે અને ડો. સ્ટીવર્ટ ઈ બ્લૂસન ( 10-10 ટકા)નું સંયુક્ત સાહસ છે. આ ખાણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં હિરા માટે જાણીતી છે.
લેક ડી ગ્રેસ ક્ષેત્રમાં મળતા આ કિમ્બરલાઈટ પાઈપ ( ગાજર આકારના ક્રેટર)ની ચક ફિક્કે અને સ્ટીવર્ટ બ્લૂસને 1985માં શોધ કરી હતી. આ છીદ્રો આગ્નેય પથ્થરોમાં બનેલા છે, જ્યાંથી ક્યારેક ક્યારેક હીરા નીકળે છે. સમગ્ર વિશ્વમાં આવા 10,000 ક્રેટર છે, જૈ પૈકી કેટલાકમાંથી હીરા નીકળે છે.
એકાતીમાં આવા 156 ક્રેટર છે જે પૈકી છમાથી હીરા નીકળે છે. આ ક્રેટર 50થી 60 લાખ વર્ષ જૂના હોવાનું મનાય છે. આ પૈકી મોટા ભાગના ક્રેટર 10,000 વર્ષ અગાઉ બનેલા ગ્લેશિયરના બરફમાંથી બનેલું મોટું તળાવ છે. છેલ્લાં 25 વર્ષથી ખાણમાંથી હીરા નીકળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે 1998થી 2009 સુધી એકાતી ખાણની ક્રેટરોમાંથી 40 મિલિયન ક્રેસ્ટ એટલે કે 8000 કિલો સુધીના ડાયમન્ડ કઢાયા છે.
આગળની તસવીરોમાં જૂઓ એકાતી ખાણ...