તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PHOTO : ઇજિપ્તમાં સેનાનું ફાયરિંગ, 30નાં મોત, 300 ઘાયલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇજિપ્તમાં સેના દ્વારા પુર્વ પ્રમુખ મોહંમદની કરાયેલી હકાલપટ્ટી અને ધરપકડ બાદ માહોલ ભારે હિંસક બની ગયો છે. શુક્રવારે મોરસીની હકાલપટ્ટીના વિરોધમાં તેમના સમર્થકોએ દેખાવો યોજ્યાં હતાં જેમાં અથમડામણો થતાં 30થી વધુ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે.

મુસ્લિમ બ્રધરહુડ્ પાર્ટી દ્વારા રેલીઓ યોજાઇ હતી. પાર્ટીના સૌથી કદાવર નેતા તરીકે ઓળખાતા ખૈરત એલ-શતરની પોલીસે ધરપકડ કરી લીધી હતી. મોરસીના સમર્થકો પોલીસ અને સેના સાથે ભીડી ગયાં હતાં. લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો.

શુક્રવારે નમાઝ બાદ મોરસીના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. સત્તામાં આવ્યાના એક જ વરસમાં મોરસીને સેનાએ સત્તા પરથી ઉતારી દીધાં હતાં. મોરસી સામે છેલ્લાં ઘણાં દિવસોથી લોકો આંદોલન ચલાવી રહ્યાં હતાં.

મુખ્ય ન્યાયાધીશને કાર્યકારી પ્રમુખ બનાવી દેવાયા છે. મોરસીના 300થી વધુ સમર્થકો સામે વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યાં છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.

સેનાએ મોરસીની હકાલપટ્ટી જાહેર કર્યા બાદ દેખાવો શરૂ થઇ ગયાં હતાં.

મોરસીના સમર્થકો મોટી સંખ્યામાં સેનાના બેરેક તરફ આગળ વધ્યાં હતાં જ્યાં સેના અને પોલીસ સાથે અથડામણ થઇ હતી.

આગળ તસવીરોમાં જુઓ, ઇજિપ્તની હિંસા