કંઈક આવી રીતે પૃથ્વીના પેટાળમાં પાણી બની જાય છે સોનુ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'મિડાસ ટચ’ જેવી ઘટનામાં ભૂકંપથી પાણીનું બાષ્પીભવન થાય છે. જેનાથી પૃથ્વીના પોપડા પર સોનાનો થર જામતો હોવાનું એક નવા અભ્યાસમાં જણાવાયું છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિ‌ટી ઓફ ક્વીનલેન્ડ ખાતેના જિયોફિઝિસિસ્ટ અને આ અભ્યાસના મુખ્ય લેખક ડિયોન વેથર્લીએ જણાવ્યું હતું કે વિશ્વમાં સોનાના જામેલા થરમાંથી ઘણામાં કિંમતી ઘાતુ અને સ્ફટિક વચ્ચેના જોડાણ માટેનું પરિણામવાચક માળખું કે રચના જોવા મળે છે.

જ્યારે ભૂકંપ આવે છે ત્યારે તે ધરતી પર ભંગાણ કે તિરાડો પાડીને પસાર થાય છે. આ ભંગાણને 'ફોલ્ટ’ કહેવામાં આવે છે. તેમાં આવા 'બિગ ફોલ્ટ’માં અનેક નાની-નાની તિરાડો કે ભંગાણ હોય છે. જે હડસેલા વાગવાથી એકબીજા સાથે જોડાઇને છૂટી પડતી હોય છે. જે સમચોરસ ખાલી જગ્યા જેવી દેખાતી હોય છે. આ ફોલ્ટમાં પ્રવેશ કરતો પાણીનો પ્રવાહ તિરાડો અને સમચોરસ ખાલી જગ્યાને પૂરે છે.

આગળ વાંચોઃ એવું તો શું થાય છે કે સ્ફટિક અને સોનુ પૃથ્વીના પેટાળમાંથી ધરતીની નજીકની સપાટી પર પથરાય જાય છે?