ઇન્ડોનેશિયામાં ભૂકંપનો મૃત્યુઆંક ૨૯

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ‌શ્ચિ‌મ ઇન્ડોનેશિયામાં વિનાશક ભૂકંપના કારણે ૬૦૦ જેટલાં મકાનો ધરાશાયી

પ‌શ્ચિ‌મ ઇન્ડોનેશિયામાં વિનાશક ભૂકંપે ૨૯ લોકોનો ભોગ લીધો છે અને સેંકડો ઘવાયા છે. હવે ભૂસ્ખલન અને ઇમારતો તૂટી પડવાની ઘટનાઓનો ભોગ બનેલા લોકોની બચાવ કામગીરી માટે સૈનિકો ,પોલીસ અને સ્વયંસેવકોના કાફલા પૂરા વિસ્તારને ખૂંદી રહ્યા છે.ગઇકાલે મંગળવારે વિસ્તારમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વિસ્તારમાં ૬૦૦ જેટલાં મકાનો ધરાશાયી થઇ ગયાં હતાં. અનેક નિવાસીઓ હજી કાટમાળ નીચે ફસાયા હોવાનો અંદાજ છે.

હાલમાં વિસ્તારમાં લોકો ટેન્ટ બાંધીને ખુલ્લામાં વસી રહ્યા છે.તેમને આફ્ટરશોકની ભીતિ સતાવી રહી છે. સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વર્ષ ૨૦૦૪માં આવેલા વિનાશક ભૂકંપ અને સુનામીએ સર્જેલી તારાજીથી લોકો આજે પણ દહેશત અનુભવી રહ્યા છે.