ઈન્ડોનેશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાકાર્તાઃ પૂર્વ ઈન્ડોનેશિયાના સુતાવેસી આઈલેન્ડમાં 6.5ની તીવ્રતાનો ભૂંકપ ત્રાટકતા ગભરાટ ફેલાયો હતો. જોકે જાનહાનિ અને નુકસાનના તાત્કાલિક અહેવાલ મળ્યા નથી. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર સુનામીનું પણ જોખમ નથી.
ભૂંકપની ઊંડાઈ 22.5 કિમી હતી અને મોન્ડાયાંગ શહેરની દક્ષિણ-પૂર્વમાં એપસેન્ટર હતું, એમ યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું.
ભૂકંપને પગલે લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. સુલાવેસીના પાટનગર મનાડોમાં પણ આંચકા અનુભવાયા હતાં., એમ નેશનલ ડિઝાસ્ટર એન્જસીએ જણાવ્યું હતું ઈન્ડોનેશિયા પેસિફિક રીંગ ઓફ ફાયર પર આવેલું હોવાથી ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે.
2004માં સુમાત્રામાં પ્રચંડ ભૂંકપને પગલે સુનામીના મોજાંમાં 2,30,000 લોકોના મોત થયા હતાં.