તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર કોરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા, એક વધુ પરમાણુ પરીક્ષણ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશન ડેસ્કઃ ઉત્તર કોરિયાએ તેના સ્થાપના દિવસે પાંચમી વખત પરમાણુ પરીક્ષણ કર્યું છે. જેના કારણે ત્યાં 5.3 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વિશ્વભરની એજન્સીઓ આ ઘટના બાદ સતર્ક થઈ ગઈ છે.
પરમાણુ પરીક્ષણ કરવામાં આવે તે વિસ્તારમાં આંચકા

- દક્ષિણ કોરિયાની સરકારી એજન્સી પ્રમાણે, ઉત્તર કોરિયાના પ્યૂંગગી-રીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- ત્યારે ઉત્તર કોરિયાએ પાંચમી વખત પરમાણુ પરીક્ષણ કર્યા હોવાની પુષ્ટિ કરી છે.
- નોંધનીય છે કે, ઉત્તર કોરિયામાં આખો દેશ તેના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યો છે. દેશની સ્થાપના 1948માં થઈ હતી.
- અમેરિકી જિયોલોજિકલ વૈજ્ઞાનિકોએ પણ ત્યાં પરમાણુ પરીક્ષણની આશંકા વ્યક્ત કરી હતી.
શું કહે છે એજન્સીઓ?

- ઉત્તર કોરિયામાં આવેલા 'કૃત્રિમ ભૂકંપ' બાદ દક્ષિણ કોરિયાની એજન્સી યોનહૈપે માહિતી આપી હતી.
- એજન્સી પ્રમાણે, આખા વિશ્વમાં ભૂકંપ માપનારા યંત્રોએ ઈશારો કર્યો હતો કે, તે 'પરમાણુ પરીક્ષણ' બાદ આવેલો આંચકો હતો.
- આ વાતની પુષ્ટિ અમેરિકી જિયોલોજિકલ એજન્સીએ પણ કરી હતી.
- સિયોલની સેનાએ પણ આ ભૂકંપના આંચકાનું એસ્ટિમેશન કરવાની વાત કહી હતી.
- તેણે કહ્યું હતું કે, જો તેની પુષ્ટિ થાય છે તો આ દેશનું પાંચમું પરીક્ષણ હશે.
- આ અગાઉ જાન્યુઆરીમાં આ જ વિસ્તારમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સેસ્મિક તરંગોની ઓળખાણ

- દક્ષિણ કોરિયાની સૈન્ય પાંખોના સંયુક્ત વડાએ નિવેદન આપ્યું છે હતું કે, ઉત્તર કોરિયાના પ્યૂંગગી-રી પરીક્ષણ સાઈટમાંથી કૃત્રિમ સિસ્મિક તરંગો અનુભવાયા છે.
- તેનું એસ્ટિમેશન કરીને પરમાણુ પરીક્ષણ હોવાની કે ન હોવાની તપાસ કરવામાં આવી હતી.
- ઓબામા તંત્રે પણ સંભવિત પરીક્ષણની ખરાઈ કરવા માટે કવાયત હાથ ધરી હતી.
- ગણતરીના કલાકોમાં ઉત્તર કોરિયાએ પરીક્ષણની ઔપચારિક પુષ્ટિ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો