લિઓનાર્ડો દ વિન્ચીએ મોનાલિસાની પ્રતિકૃતિ ૧૦ વર્ષ પૂર્વે બનાવી હતી?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇટાલીના અત્યંત જાણીતા આર્ટિ‌સ્ટ અને જે પેઇન્ટિંગએ તેમને વિશ્વભરમાં ખ્યાતિ અપાવીને અમર બનાવી દીધા તે લિઓનાર્ડો દ વિન્ચીએ તેમનો માસ્ટરપીસ મોનાલિસા તૈયાર કર્યો તેના દસ વર્ષ અગાઉ જ મોનાલીસા જેવી જ એક અલગ પ્રતિકૃતિ તૈયાર કરી હતી અને તે લોકો જોઇ શકે તે માટે તેને પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં મૂકવામાં આવી છે. લિઓનાર્ડો દ વિન્ચીના પોટ્રેટ અને તેમના કામ અંગે વધુ રિસર્ચ કરવા અને તેમના પેઇન્ટિંગ્ઝને સમજવા માટે ખાસ મોનાલિસા ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે, અને આ ફાઉન્ડેશને એવું પ્લાનિંગ કર્યું છે કે એક વાર આ 'હિ‌સ્ટોરિકલ, કમ્પેરેટિવ અને સાયન્ટિફિક એવિડન્સ’ એવું સાબિત કરી આપે કે આ પેઇન્ટિંગ પણ વિન્ચીની જ રચના છે.સ્વીટઝરલેન્ડ સ્થિત કોન્ર્સોટિ‌યમ પાસે અત્યાર સુધી આ પોટ્રેટ હતું અને તેને પ્રોફેસર એલેસાન્ડ્રો વેરોસીએ સમર્થન આપ્યું હતું. વેરોસીએ આ પોટ્રેટ લિઓનાર્ડોએ જ બનાવ્યું હોવાની બાબતને સમર્થન આપતાં પુરાવાઓ પણ આપવાનું બીડ ઝડપ્યું છે. કોને મળ્યું આ પોટ્રેટ? એસ્લેવર્થ મોનાલિસા પેઇન્ટિંગ સૌ પ્રથમ તો પ્રથમ વિશ્વ યુધ્ધ પહેલાં જ લાઇમલાઇટમાં આવ્યું હતું.ઇંગ્લિશ આર્ટ કલેક્ટર હ્યુજ બાલ્કેરને સૌ પહેલાં આ પોટ્રેટ મળ્યું અને તેમણે પોતાના સ્ટુડિયોમાં લંડનના એલ્સવર્થ ખાતે સ્થાન આપ્યું, જ્યાં તેમને નામ અને પ્રસિધ્ધિ બન્ને મળ્યાં. કલા વિવેચકોનું શું માનવું છે? કલા વિવેચકો એવું માની રહ્યા છે કે લિઓનાર્ડોએ વાસ્તવમાં બે પેઇન્ટિંગ્ઝ લીસા ડેલ ગિકોન્ડોના તૈયાર કર્યા હતા, જે પૈકીનું એક પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે , તો બીજું બાલ્કેરે ખરીદ્યું હતું તે. બાલ્કેરને બાદમાં આ અમેરિકન પોટ્રેટ અમેરિકન કલેકટર, હેન્રી એફ પુલિત્ઝરને વેચી માર્યું હતું, જે બાદમાં તેની ગર્લફ્રેન્ડ પાસે પહોંચી ગયું હતું.