તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુબઇમાં ભારતીય બિઝનેસમેને 3700 કેદીઓને સહાય કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક ભારતીય બિઝનેસમેનએ યુ.એ.ઇ.માં ૩૭૦૦ કેદીઓને મદદ કરી છે. જરૂરિયાતમંદ કેદીઓને મદદ કરવા સામે કોઇ ચાર્જ લેવામાં આવ્યો નથી. ફિરોઝ મર્ચન્ટ નામના વ્યક્તિએ છ કરોડ રૂપિયા થકી કેદીઓની સહાય કરી છે. ફિરોઝભાઇ એક જવેલરી કંપનીના માલિક છે. જેલમાંથી મુક્ત થયેલા આ કેદીઓને ઘરે પરત જવા ફિરોઝ ભાઇ હાથ લાંબો કરશે. આ કેદીઓ પાસે ઘરે જવા જેટલા પણ નાણાં નથી.

દુબઇની જેલમાં કેદીઓને સારો ખોરાક આપવામાં આવે છે. ફિરોઝભાઇએ ૧૯૮૯ની સાલમાં મુંબઇથી યુ.એ.ઇ. ગયા હતા. આ કેદીઓ ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, મલેશિયા, ફિલિપિન્સ તથા મોરક્કોના છે.