લંડનઃ ટાયર નીચે ફસાયેલા વ્યક્તિને બચાવવા લોકોએ ઉઠાવી ડબલ ડેકર બસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડનઃ પૂર્વીય લંડનમાં ગુરુવારે ભીડ દ્વારા એક ઘાયલ વ્યક્તિની મદદ કરવાનો અનોખો મામલો જોવા મળ્યો હતો. વાલ્થમસ્ટોમાં સાંજે છ વાગ્યે સાઇકલ ચલાવી રહેલા એક વ્યક્તિને ડબલ ડેકર બસે ટક્કર મારી દીધી હતી. ટક્કર બાદ બસનું આગળનું ટાયર તે વ્યક્તિ પર ચડી ગયુ હતું.
ઘટના બાદ ત્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. અહેવાલ અનુસાર પીડિત બસના આગળના ટાયરમાં ફસાયેલો હતો. ત્યારે ત્યાં હાજર લગભગ 100 લોકોએ એકતાનો પરીચય આપતા બસને ધક્કો લગાવવાની શરૂઆત કરી હતી. ખૂબ પ્રયત્નો બાદ ઘાયલ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો.
સ્કોટલેન્ડ યાર્ડના પ્રવક્તાએ આ અંગે જણાવ્યુ કે, પોલીસને સાંજે પાંચ વાગ્યાના 50 મિનિટ પર સંદેશ મળ્યો હતો કે વાલ્થમસ્ટોમાં હો સ્ટ્રીટ, E17 પર એક બસે સાઇકલ સવારે ટક્કર મારી છે. ત્યાં હાજર લોકોએ તેની તરત મદદ કરી હતી. ઘાયલને એમ્બુલન્સમાં ઇસ્ટ લંડનની એક હોસ્પિટલમાં લઇ જવાયો હતો. તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવે છે. બસ 212 રૂટ નંબરની હતી. આ મામલે હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. દુર્ઘટના બાદ થોડા સમય માટે તે વિસ્તારનો ટ્રાફિક ડાઇવર્ટ કરવો પડ્યો હતો.
ઘટનાસ્થળ નજીક બનેલા એક કેફેના માલિક સમીઉલ્લાહએ એક અખબારને જણાવ્યુ કે ઘટના સ્થળ પર ઘણા બધા લોકો એકઠા થઇ ચૂક્યા હતા. તેમની સંખ્યા 50થી100ની હશે. લોકોએ સાથે મળી કેમ કરીને બસને ખસેડી હતી. અમે આશ્વર્યચકિત હતા કારણ કે બસ ડબલ ડેકર હતી.
આગળની સ્લાઇડમાં જુઓઃ બસને ઉઠાવતા લોકોની તસવીરો
અન્ય સમાચારો પણ છે...