NKorea હુમલો કરશે તો તેમણે વિચાર્યું નહીં હોય તેવી હાલત કરશું: ટ્રમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન: નોર્થ કોરિયા સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આ દેશને ખુલ્લી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, આ મામલે સૈન્ય ઉકેલ લાવવાની અમે પૂરી તૈયારી કરી લીધી છે. તમામ વસ્તુઓ તૈયાર છે. આશા છે કે હવે કિમ જોંગ ઉનને બીજો રસ્તો શોધવો પડશે. આ પહેલાં અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે વધતાં તણાવ પર ચીને કહ્યું હતું કે જો અમેરિકા નોર્થ કોરિયા પર હુમલો કરશે તો તેઓ આ મામલે દરમિયાનગીરી કરશે પરંતુ જો નોર્થ કોરિયા અમેરિકા પર પહેલા હુમલો કરશે તો બેઈજિંગ તટસ્થ રહેશે. નોંધનીય છે કે, નોર્થ કોરિયાએ જુલાઈમાં ઈંટર કોન્ટિનેંટલ મિસાઈલના બે ટેસ્ટ પછી અમેરિકા અને તેમની વચ્ચે તણાવ વધી ગયો છે.
'સુધરી જાય નોર્થ કોરિયા'
 
- ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ટ્રમ્પે કહ્યું છે કે, “ જો નોર્થ કોરિયા અમેરિકાની સાથે કંઈ કરે છે તો તેને ગંભીર પરિણામ ભોગવવા પડશે. તેઓ પોતાની હરકતોને સુધારે નહીં તો તેને પરેશાની ભોગવવી પડશે જે આ પહેલાં કોઈ દેશે ભોગવવી નહીં હોય.”
- ટ્રમ્પે કહ્યું કે ચીન, નોર્થ કોરિયાના મુદ્દે ઘણું કરી શકે છે.
- નોર્થ કોરિયાના ન્યુક્લિયર પ્રોગ્રામ આગળ વધારવાના કારણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યાં છે.
- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પે કહ્યું છે કે, જો નોર્થ કોરિયા અમેરિકા સાથે કઈ કરશે તો તેમણે તેના ગંભીર પરિણામો માટે તૈયાર રહેવું પડશે. જો તેઓ સુધરશે નહીં તો તેમણે એ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે અત્યાર સુધી બહુ ઓછા દેશોએ સહન કરવી પડી છે. ટ્રમ્પે કહ્યું છેકે, ચીન નોર્થ કોરિયાના મુદ્દે ઘણું બધુ કરી શકે છે.
- નોંધનીય છે કે, નોર્થ કોરિયાના એટમી પ્રોગ્રામને આગળ વધારવા માટે યુએનએ તેમના પર નવા આર્થિક પ્રતિબંધો મુક્યા છે.  
 
અમેરિકા હુમલો કરશે તો ચીન તેમને રોકશે
 
ચીનના સરકારી ન્યૂઝ પેપર ગ્લોબલ ટાઈમ્સે તેમના એડિટોરિયલમાં કહ્યું છે કે, અમેરિકા કે તેમના સહયોગીઓને ધમકી આપવા માટે નોર્થ કોરિયા દ્વારા કોઈ મિસાઈલ લોન્ચ કરવામાં આવશે તો ચીન તટસ્થ રહેશે.
- જો અમેરિકાએ સાઉથ કોરિયા પર હુમલો કર્યો અને નોર્થ કોરિયાઈ શાસન પુરૂ કરવા અને કોરિયાઈ પેનિનસુલાની પોલિટિકલ પેટર્નને બદલવાનો પ્રયત્ન કર્યો તો ચીન તેમાં દખલગીરી કરશે અને તેમને આવું નહીં કરવા દે.
 
નોર્થ કોરિયાએ અમારાથી ગભરાવું જોઈએ

ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે ટ્રમ્પને પુછવામાં આવ્યું કે શું, અમેરિકા નોર્થ કોરિયા પર પહેલા પરમાણું હુમલો કરી શકે છે? ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, હું આ વિશે વાત નથી કરી રહ્યો, મે કદી આવું કહ્યું પણ નથી. પરંતુ જો નોર્થ કોરિયા અમેરિકા પર, અમેરિકાના કોઈ મિત્ર દેશપર, અમેરિકાના પ્રતિનિધિત્વ વાળા દેશ અથવા કોઈ સહયોગી પર હુમલો કરવા વિશે વિચાર પણ કરશે તો તેમણે બહુ ગભરાવું  જોઈએ. કારણકે તો પછી અમે તેની એવી હાલત કરીશું જે તેણે કદી વિચારી પણ નહીં હોય.
 
પહેલા શું કહ્યું હતું ટ્રમ્પે?

- અમેરિકાના પ્રેસિડન્ટે કહ્યું હતું કે, નોર્થ કોરિયા વિશે કહ્યું હતું કે, તેમના નિવેદન ખૂબ મજબૂત છે. નોંધનીય છે કે, ટ્રમ્પે 8 ઓગસ્ટે કહ્યું હતું કે, નોર્થ કોરિયાએ અમેરિકાને ધમકીઓ આપવાનું બંધ કરવું જોઈએ. જો તે એવુ નહીં કરે તો અમે તેને સળગાવીને રાખ કરી દેશું. અમે એટલો ગોળીબાર કરશું કે દુનિયાએ કદી જોયું પણ નહીં હોય.
- આ પહેલાં નોર્થ કોરિયાએ કહ્યું હતું કે, તેઓ ઓગસ્ટના મધ્ય સુધી એડમિનિસ્ટ્રેટિવ તરીકે અમેરિકાના આધિન પ્રશાંત મહાસાગરના વેસ્ટમાં આવેલા ગુઆમ આઈલેન્ડ ઉપર પણ મિસાઈલ હુમલો કરી શકીએ છીએ. ગુઆમમાં અમેરિકાનો આર્મી બેઝ છે. 
 
મોટું જોખમ બની રહ્યું છે નોર્થ કોરિયા

- યુનાઈટેડ નેશન્સમાં અમેરિકી એમ્બેસેડર નિક્કી હેલીએ 6 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે, નોર્થ કોરિયાના મિસાઈલ ટેસ્ટથી શરૂ થયેલા જોખમને પહોંચી વળવા અમેરિકા શક્ય હશે તેટલા પગલાં લેશે. તેમણે કહ્યું હતું કે અમેરિકા તેમની અને તેમના સહયોગીઓની સુરક્ષા માટે દરેક ઉપાયો ચાલુ રાખશે.
- હેલીએ યુનાઈટેડ નેશન્સને જણાવ્યું છે કે, નોર્થ કોરિયા બહુ ઝડપથી જોખમી બની રહ્યું છે. 
 
 
અન્ય સમાચારો પણ છે...