તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

USની ચૂંટણીમાં નવો વળાંક: હિલેરીની ટિપ્પણીને ટ્રમ્પે તાકાત બનાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટને રીપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો માટે કહ્યું હતું કે એ ખરાબ લોકોનો સમૂહ છે, જે ક્યારેય સુધરી શકતા નથી. ટ્રમ્પે હવે પોતાની રેલીઓમાં આ ટિપ્પણીને પોતાની તાકાત બનાવી લીધી છે.
ટ્રમ્પે મિયામીની રેલીમાં પોતાના સમર્થકોને સંબોધતા જણાવ્યું કે આવો ખરાબ લોકો તેઓ કહે છે તમે ક્યારે સુધરી શકતા નથી. હિલેરીએ તેમના માટે લેસ ડિપ્લોરેબલ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું મારા હરીફે તમને ડિપ્લોરેબલ અને ઇરરિડીમેબલ કહ્યું છે, બીજો શબ્દ અત્યંત મુશ્કેલ છે. ટ્રમ્પના સમર્થકો હવે વિભિન્ન સ્થળે નારા લગાવી રહ્યા છએ ‘આઇ એમ ડિપ્લોરેબલ’ એ જ શબ્દ લખેલી ટી શર્ટ પહેરવા લાગ્યા છે.
ટ્રમ્પની રેલીમાં તેમના સમર્થકો ‘લેસ ડિપ્લોરેબલ’ લખેલી ટોપીઓ પહેરીને આવ્યા હતા. આ દેખાવોના કારણે હિલેરી છાવણીમાં પણ ચિંતા વધી છે. ટ્રમ્પના સમર્થકો હવે ઠેર ઠેર નારા લગાવી રહ્યા છે કે, આઈ એમ ડિપ્લોરેબલ. આ શબ્દો લખેલા ટીશર્ટ તેઓ પહેરી રહ્યા છે. 2012ની આ ફિલ્મ લેસ મિઝરેબલની જેમ તેઓ નારા લગાવી રહ્યા છે.
ગાર્ડ્સના શસ્ત્રો લઇ લો પછી જુઓ હિલેરીનું શું થાય છે
ટ્રમ્પે હિલેરી સામે કટાક્ષ કરતા જણાવ્યું કે હિલેરીના બોડીગાર્ડ્સ પાસેથી શસ્ત્ર લઇ લો ત્યાર પછી જુઓ શું થાય છે ડેમોક્રેટિક પાર્ટીએ આને હિંસાને પ્રોત્સાહન ગણાવ્યું છે. સાથે જ કહ્યું કે ટ્રમ્પ હિલેરી ક્લિન્ટનની હત્યા કરવા માગે છે. મિયામીમાં ટ્રમ્પે એક રેલીમાં જણાવ્યું કે હિલેરી શસ્ત્રોનો વિરોધ કરી રહ્યાં છે, તેઓ ઇચ્છે છે કે અમેરિકનો પાસે બંદૂકો ન રહે, તેમની આ ઇચ્છા પુરી કરવા માટે તેમના બોડીગાર્ડ્સ પાસેથી શસ્ત્રો લઇ લેવામાં આવે. પછી જુઓ શું થાય છે. તેમણે એવું પણ કહ્યું કે આવું કરવું બહુ ખતરનાક પગલું હશે.
અન્ય સમાચારો પણ છે...