તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્વાનનું મગજ માણસ જેવું હોય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-શ્વાનનું મગજ માણસ જેવું હોય છે
-તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી
શ્વાનનું મગજ માણસના મગજને ઘણું મળતું આવે છે. જેમાં ડાબી અને જમણી બાજુ હોય છે અને તેની કામગીરી પણ માણસની જેમ ભિન્ન હોય છે. તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી.
ઈટાલીના સંશોધકોને જાણવા મળ્યું હતું કે, કોઈ પણ શ્વાનનાં ગલુડિયાં તેની ડાબી બાજુ રહીને પૂંછડી પટપટાવતા હોય ત્યારે જે પ્રતિક્રિયા આપે તેના કરતા જમણી બાજુએ ગલુડિયા પૂંછડી પટપટાવે ત્યારની પ્રતિક્રિયા અલગ હોય છે. આ જ ટીમને અગાઉ એવું જાણવા મળ્યું હતું કે, શ્વાનના મનમાં જ્યારે સકારાત્મક લાગણીઓ ચાલતી હોય ત્યારે તે જમણી તરફ પૂંછડી પટપટાવે છે અને જ્યારે તેના મનમાં નકારાત્મક લાગણીઓ ચાલતી હોય ત્યારે ડાબી તરફ પૂંછડી પટપટાવીને પોતે અન્ય શ્વાનને બતાવે છે કે તે મૈત્રીના મૂડમાં નથી.
શ્વાનની પૂંછડી પટપટાવવાની ક્રિયામાં તેનું વર્તન, તેના મનની સ્થિતિ દર્શાવે છે. તેના મગજમાં ડાબો હિ‌સ્સો જમણી તરફના પૂંછડીના હલનચલન માટે અને જમણી તરફનો હિ‌સ્સો ડાબી તરફ હલનચલન માટે જવાબદાર હોય છે. અવલોકનોમાં જાણવા મળ્યું હતું કે, કોઈ પણ શ્વાન જ્યારે ડાબી બાજુ પૂંછડી હલાવે ત્યારે તેના હૃદયના ધબકારાનો દર વધારે હોય છે તેના ચહેરા પર ચિંતા દેખાય છે. જ્યારે કોઈ શ્વાન સામે જમણી તરફ પૂંછડી હલાવે તો, ઘણા રિલેક્સ મૂડમાં હોય છે.