તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Doctors Abandon Attempts To Bring Michael Schumacher Out Of Coma

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે કોમામાંથી બહાર નહીં આવી શકે માઇકલ શુમાકર, જર્મન મેગેઝીનનો દાવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગંભીર રીતે ઘાયલ થયેલા ફોર્મુલા વન રેસર માઇકલ શુમાકરનાં ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. શુમાકરની સારવાર કરી રહેલા ડોક્ટરોએ તેમને કોમામાંથી બહાલ લાવવાનાં પ્રયત્નો કરવાના બંધ કરી દીધા છે. જર્મનીનાં મેગેઝીન 'ફોકસ'માં આ દાવો કરાયો છે. મેગેઝીને જણાવ્યા પ્રમાણે સાત વખત વિશ્વ ચેમ્પિયન રહી ચૂકેલા માઇકલ શૂમાકરની હાલતમાં સુધારો ન થતો હોવાથી ગયા સપ્તાહે જ તેમને કોમામાંથી બહાર લાવવાનાં તબીબી પ્રયાસો બંધ કરી દેવાયા હતા.

સાત વાર ફોર્મુલા વન વિજેતા રહી ચૂકેલા શૂમાકર પોતાનાં 14 વર્ષનાં પુત્ર સાથે ફ્રેન્ચ આલ્પ્સનાં મેરિબલ સ્કી રિસોર્ટમાં સ્કીઇંગ કરી રહ્યા હતા. તે દરમિયામાં પડી જતાં તેમને માથામાં ગંભીર ઇજા થઇ હતી.જેના પગલે તેમને 29 ડિસેમ્બરનાં રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ત્રણ સપ્તાહ પહેલા ડોક્ટરોએ જાહેરાત કરી હતી કે શુમાકરની હાલતમાં સુધારો થઇ રહ્યો છે અને તે જલ્દી કોમામાંથી બહાર આવી શકે છે.

ફોકસનાં જણાવ્યા પ્રણામે કેટલીક તબીબી જટિલતાઓને કારણે શુમાકરની કોમામાંથી બહાર આવવાની શક્યતાઓ નહીં બરાબર છે. જો કે આ જટિલતાઓ અંગે તેમણે ખુલાસો કર્યો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો