તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Doctor Behind Biggest Hep C Outbreak Ever Guilty Of MURDER

US: ગુજરાતી ડોકટર વિરુધ્ધ ગવાહી આપવા દર્દીઓના ટોળાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં હેપેટાઇટિસ સીના ફેલાવા માટે જવાબદાર માનવામાં આવતાં ગુજરાતી મૂળના ડોક્ટર દિપક દેસાઇ સેકન્ડ ડીગ્રી મર્ડર કેસમાં દોષી સાબિત થયાં છે. તેમની સમે કુલ 27 ક્રિમિનલ ચાર્જ હતાં જેમાંથી દરેકમાં તે દોષી સાબિત થયાં છે.

63 વરસના દિપક દેસાઇ લાસ વેગાસના બહુ જાણીતા ડોકટર ગણાતા હતાં. તે એંડોસ્કોપી ક્લિનિકના માલિક હતાં. ગત સોમવારે લાસ વેગાસમાં સ્થાનિક ન્યાય કેન્દ્ર ખાતે તેમને દોષી સાબિત કરવામાં આવ્યાં હતાં.

ટ્રાયલ દરમિયાન તેમની સારવારનો ભોગ બનેલાં લોકોને સાંભળવામાં આવ્યાં હતાં. દેસાઇ કેવી રીતે ઉપયોગમાં લેવાઇ ગયેલી નીડલનો બીજા દર્દીઓ પર ઉપય્ગ કરતાં હતાં. સેંડોસ્કોપી દરમિયાન વધુમાં વધુ દર્દીઓને સારવાર આપી નફો કમાવી લેવાની ગણતરીમાં તેઓ દર્દીઓ સાથે કેવી બેદરકારી કરતા હતા તેનું બયાન કોર્ટ સમક્ષ કરવામાં આવ્યું હતું.

આગળ વાંચો, અદાલતમાંથી જેલમાં જતા દેસાઇને દિકરીએ શું કહ્યું?