• Gujarati News
  • Divroce Parents Son's Progenies Smoke More Like Others

છૂટાછેડા લેનાર દંપતીનાં સંતાનોમાં ધૂમ્રપાનની શક્યતા વધુ : અભ્યાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છૂટાછેડા લેનારાં દંપતીઓનાં સંતાનોમાં ઝડપથી ધૂમ્રપાનની આદત આવી જાય છે. યુનિવર્સિ‌ટી ઓફ ટોરોન્ટોના સંશોધકોના જણાવ્યા પ્રમાણે જે દંપતીએ તેમના સંતાનો ૧૮ વર્ષના થાય તે પહેલાં છૂટાછેડા લીધા હોય તેમનાં સંતાનોમાં ધૂમ્રપાનની આદત વહેલા આવી જવાની શક્યતા ૪૮ ટકા વધારે રહે છે.

સંશોધકોએ કરેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે છૂટાછેડા લેનારાં દંપતીમાં મહિ‌લાઓને વહેલા ધૂમ્રપાનની આદત થવાની શક્યતા ૩૯ ટકા વધે છે. યુનિવર્સિ‌ટી ઓફ ટોરોન્ટોના સોશિયલ વર્કના ફેક્ટર-ઈન્વેન્ટેશ ફેકલ્ટી એસ્મે ફુલ્લર-થોમ્સન, સેન્ડ્રા રોટમેને જણાવ્યું હતું કે સંશોધન છૂટાછેડા લેનારાનાં સંતાનોની ધૂમ્રપાનની આદત વચ્ચે સીધો સંબંધ હોવાનું દર્શાવે છે. ફુલ્લર-થોમ્સને જણાવ્યું કે અભ્યાસમાં માતા-પિતાના છૂટાછેડા અને સંતાનોની ધૂમ્રપાનની આદતોને અલગ અલગ પાસાથી દર્શાવાઇ છે.

શિક્ષણનું ઓછું સ્તર, છૂટાછેડા લેનારનાં સંતાનોના હાથમાં આવતી મોટી આવક, પુખ્ત વયે થતી કેટલીક માનસિક સમસ્યા જેમ કે હતાશા, બાળપણમાં શારીરિક- જાતીય અથવા ભાવનાત્મક છેડતી કે શોષણ જેવી બાબતોને ધ્યાનમાં લેવાઇ હતી. આ અભ્યાસમાં ૭૮પ૦ પુરુષો અને ૧૧પ૦૬ મહિ‌લાઓના નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી.