તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડર્ટી ગર્લનો દેશપ્રેમઃ NRIs સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સાથેના સંબંધ ભારત છોડવાથી નથી તૂટતા. ભલે ભારતની બહાર હોય પણ 15 ઓગષ્ટના દિવસે તો ભારત યાદ આવી જ જાય. અમેરિકામાં રહેતા આવા સ્વદેશપ્રેમીઓ પોતાની રીતે દેશપ્રેમ વ્યક્ત કરવા માટે ખાસ આયોજન કરતાં હોય છે.
ન્યૂજર્સી, ન્યૂયોર્ક અને કનેક્ટીકટ સ્થિત ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ (એફઆઇએ) દ્વારા ન્યૂયોર્કના મેનહટન વિસ્તારમાં 33મી ઈન્ડિયા ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇન્ડિયા ડે પરેડમાં ગ્રાન્ડ માર્શલ તરીકે ડર્ટી ગર્લ વિદ્યા બાલન ઉપસ્થિત રહેશે.
વિદ્યા બાલન ઇન્ડિયા ડે પરેડમાં હાજર રહેશે તે જાણીને અમેરિકાની ઇન્ડિયન કોમ્યુનિટીમાં ભારે ઉલ્લાસનો માહોલ છે.
FIA દ્વારા 15 ઓગષ્ટ, ઇન્ડિપેન્ડન્સ ડે ઓફ ઇન્ડિયાનું ભારત બહાર સૌથી ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવે છે. વર્ષ 1981થી દર વર્ષે ન્યૂયોર્કના અત્યંત જાણીતા મેનહટ્ટન વિસ્તારમાં ઓગષ્ટ મહિનાના ત્રીજા રવિવારે ઇન્ડિયા ડે પરેડ દ્વારા ભારતીય સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.


ઇન્ડિયા ડે પરેડ અંગે વધુ જાણવા માટે સ્લાઇડ બદલો...