ડોલર દાણચોરીના છે કે નહીં તે સુઘીને બતાવશે આ ડિવાઈસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતીકાત્મક તસવીર)
વોશિંગ્ટનઃ દાણચોરી અટકાવવા માટે એક એવા ડિસાઈસનો વિકાસ કરાયો છે જે સૂંઘીને કહી દેશે કે ચલણ દાણચોરીનું છે કે કેમ. અમેરિકાના સંશોધનકર્તા એક નવા ડિવાઈસનો વિકાસ કરી રહ્યા છે જે પ્રશિક્ષિત શ્વાનની જેમ કામગીરી બજાવશે. આ ડિવાઈસ ગેરકાયદેસરના નાણાંની હેરાફેરી અંગે સૂંઘીને જ ચેતવણી આપશે.
શોધકર્તાઓએ જણાવ્યું હતું કે અમેરિકાથી દાણચોરો ત્રણ કરોડ અમેરિકી ડોલરની રકમ મેક્સિકો લઈ જાય છે. તેનાથી સરકારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે એક ડિવાઈસ તૈયાર કરાયું છે જે ડોલરની ગંધ પારખીને જાણ કરશે.