પિતાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે દીકરી આખી દુનિયા ફરી રહી છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલેન્ડની પોલા બટલેવસ્કા તેના દિવંગત પિતાની દુનિયા ફરવાની અંતિમ ઈચ્છા પોતાના મિત્રોના સાથ-સહકારથી પૂરી કરી રહી છે. તેના પિતાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને પોલા વિશ્વભ્રમણ માટે નીકળી છે. તે જ્યાં પણ જાય છે ત્યાં એક પોસ્ટકાર્ડ તેના પિતાના નામે લખીને ફુગ્ગા સાથે હવામાં ઉડાડે છે.

આ કામમાં તેના 20 મિત્રો પણ જોડાયા છે. યુરોપ, એશિયા અને અમેરિકામાં તેમણે અત્યાર સુધીમાં આવા 50 પોસ્ટકાર્ડ હવામાં ઉડાડ્યા છે. પોલાએ જણાવ્યું હતું કે, મારા પિતાનું દુનિયા ફરવાનું સપનું તો સાકાર થઈ શક્યું નહોતું કારણ કે નિવૃત્તિ પહેલાં જ તેમનું અવસાન થયું પરંતુ હવે હું મારા મિત્રોની મદદથી તેમની સ્મૃતિમાં દુનિયા ફરી રહી છું.
આગળની સ્લાઇડ્સમાં વધુ તસવીરો જુઓ.....
અન્ય સમાચારો પણ છે...