‘વિક્કી ડોનર’ બન્ય ખતરનાક: પાંચ બાળકોને આપી વારસાગત વિકૃતિ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રાણુ તપાસમાં બહાર રહી ગયેલી વિકૃતિએ પેદા થનારા બાળકોમાં અસર બતાવી ડેનમાર્કમાં એક શુક્રાણુ દાત્તાના શુક્રાણુમાં રહેલી વારસાગત વિકૃતિને લીધે તેની ખામી પાંચ બાળકો સુધી પહોંચી ગઈ છે. શુક્રાણુ તપાસ દરમિયાન આ અંગે કોઈ માહિતી મળી નહોતી. જેને લીધે આ શુક્રાણુઓથી પેદા થનારા પાંચ બાળકોમાં વિકૃતિની અસર જોવા મળી હતી. કોપનહેગનના નૉરડિસ્ક સાયરો બેંકમાં આ વ્યક્તિએપોતાના શુ્કાણુઓનું દાન કર્યુ આ ક્લિનિકના મતે આ પાંચ બાળકોમાં ટ્યૂમર ઉત્પન્ન કરનારી વિકૃતિ ‘ન્યુરોપાઈબ્રોમેટોસિસ’ના લક્ષણો જોવા મળ્યા છે. આ વિકૃતિને કેટલીય વખત ‘વોન રેક્લિંગહાઉજેન્સ ડિસિઝ’ના નામે પણ ઓળખવામાં આવે છે.