તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાસ્ત્રોને 11 અમેરિકી રાષ્ટ્રપતિ પણ ન ઝૂકાવી શક્યા, ઓબામા ક્યૂબા પહોંચ્યા તેમ છતાં ન મળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવાના: ફિદેલ કાસ્ત્રો. સૈન્ય ગણવેશ, લાંબી દાઢી અને હાથમાં સિગાર તેમના વ્યક્તિત્વની ઓળખ હતી. અમેરિકાથી માત્ર 90 માઇલ દૂર આવેલા નાના એવા દેશ ક્યૂબાનો કમ્યૂનિસ્ટ શાસક. અમેરિકા તરફી લશ્કરી તાનાશાહ ફુલખેંશિયો બતિસ્તાને 7 વર્ષના લાંબા સંઘર્ષ બાદ સત્તા પરથી હટાવ્યા. 1959માં અમેરિકી મહાદ્વીપમાં પહેલી કમ્યૂનિસ્ટ સરકાર બનાવી. 5 દાયકાથી વધુ સમય સુધી સત્તા સંભાળી. તેઓ થાઇલેન્ડના મહારાજા ભૂમિબલ અતુલ્યતેજ અને બ્રિટિશ મહારાણી એલિઝાબેથ બાદ સૌથી લાંબા સમય સુધી રાજ કરનારા શાસક છે.
2006માં નાદુરસ્ત તબિયતના કારણે ભાઇ રાઉલ કાસ્ત્રોને સત્તા સોંપી દીધી. પોતાના શાસનમાં કાસ્ત્રોએ 11 અમેરિકી રાષ્ટ્રપતિઓ સાથે બાથ ભીડી. શીતયુદ્ધ દરમિયાન સોવિયેત સંઘની પરમાણુ મિસાઇલોને પોતાના દેશમાં તૈનાત કરવાની મંજૂરી આપી દીધી. જોકે, બાદમાં સોવિયેત સંઘે મિસાઇલો તૈનાત ન કરી. ગયા વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા દોસ્તીનો સંદેશ લઇને ક્યૂબા પહોંચ્યા. તેઓ 1950 બાદ ક્યૂબા જનારા પ્રથમ રાષ્ટ્રપતિ હતા. ઓબામાએ ક્યૂબા પર લાગેલો વ્યાપાર પ્રતિબંધ પણ હટાવી દીધો. તેમ છતાં કાસ્ત્રોએ ઓબામા સાથે મુલુકાત ન કરી. કહ્યું કે ક્યૂબાને અમેરિકા પાસેથી કંઇ નથી જોઇતું.
સંઘર્ષ: 81 લોકો સાથે ક્રાંતિનું બ્યૂગલ ફૂંક્યું

1952માં ફુલખેંશિયો બતિસ્તાએ લશ્કરી બળવો કરીને દેશની સત્તા પર કબજો જમાવી દીધો. બતિસ્તા અમેરિકી સમર્થક હતો. કાસ્ત્રોએ તેમને હટાવવા માટે ધ મૂવમેન્ટ નામની સંસ્થા શરૂ કરી. 1953માં એક સૈન્ય બેરેક પર હુમલો કર્યો પણ કાસ્ત્રોની ધરપકડ કરી લેવાઇ. 15 વર્ષની સજા થઇ પણ 19 મહિના બાદ મુક્ત થયા. કાસ્ત્રો મેક્સિકો ચાલ્યા ગયા. 1956માં 81 સાથીઓ સાથે પાછા ફર્યા. બતિસ્તા વિરુદ્ધ ગેરીલા યુદ્ધ છેડ્યું. 1959માં બતિસ્તાને હટાવી ક્યૂબામાં સામ્યવાદી શાસન સ્થાપ્યું.
મિત્રતા : આર્જેન્ટિનાના ચે ગ્વેરાએને ક્યૂબાના ઉદ્યોગ મંત્રી બનાવાયા

અમેરિકાના વિરોધી અને આર્જેન્ટિનાના સર્જન ચે ગ્વેરાન મિત્રતાના કિસ્સા સામાન્ય છે. ચે ગ્વેરા કાસ્ત્રોની મિત્રતામાં મળ્યા હતાં. ગોરિલા યુદ્ધની ટ્રેનિંગ ચે ગ્વેરાએ આપી હતીં. ક્યુબાના વડાપ્રધાન બનવા પર કાસ્ત્રોએ 33 વર્ષના ચે ગ્વેરાને ઉદ્યોગ મંત્રી બનાવ્યા. પરંતુ પછી લેટિન અમેરિકામાં ક્રાંતિનો સંદેશ પહોંચાડવા માટે જંગલોમાં ચાલ્યા ગયા હતાં.
દુશ્મની : 11 અમેરિકન પ્રેસિડેન્ટ સામે ટક્કર લીધી, ક્યારેય તૂટ્યા નહીં

અમેરિકાના ક્યૂબા પર આર્થિક પ્રતિંબધ લાગ્યો હતો. પરંતુ ક્યારેય અમેરિકા સામે ઝૂક્યા નહીં. તેમણે આઇજેનહાવરથી લઇને ક્લિન્ટન સુધી 11 અમેરિકન રાષ્ટ્રપતિઓ સામે બાથ ભીડી. જ્યોર્જ બુશનો વિરોધ પણ સહન કર્યો. થોડા સમય પેહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ઓભામા ક્યૂબા ગયા હતાં. ત્યારે પણ તેમની સાથે મુલાકા કરી નહોતી.
જિદ : 1962માં અમેરિકા સામે મિસાઇલ તાકી

1962માં શીત યુદ્ધ સમયે ફિદેલ કાસ્ત્રો સોવિયેત સંઘને પોતાની સરહદમાં અમેરિકા વિરુદ્ધ મિસાઇલ ગોઠવવાની મંજૂરી આપી દુનિયાને આશ્ચર્યચકીત કરી હતી. કાસ્ત્રોના આ પગલાંએ દુનિયાને પરમાણુ યુદ્ધ પર લાવી દીધુ હતું. મોસ્કોએ અમેરિકા સામે માત્ર 144 કિલોમીટર દૂર આવેલાં આઇલેન્ડ પર મિસાઇલ ગોઠવવાની મંજૂરી આપી હતી.
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...