તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપરહીરો જેવું વિઝન આપતી એપ બનાવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુપરહીરો જેવું વિઝન આપતી એપ બનાવાઈ
- આ એપ યુઝરના મગજને વધુ સારી પેટર્ન સમજવા માટે તાલીમ આપે છે


શું આપને દૂરનું જોવામાં તકલીફ પડે છે? ચિંતા ન કરશો કારણ કે સંશોધકોએ એક એવી એપ તૈયાર કરી છે જે આપને સામાન્ય માણસ જેવું નહીં પરંતુ સુપરહીરો જેવું વિઝન આપશે. એટલે કે આપ અસામાન્ય પ્રમાણમાં દૂરના અંતર સુધી જોઈ શકશો. અલ્ટીમ આઈએપ નામની આ નવી સ્માર્ટફોન એપ યુઝરની જોવાની ક્ષમતા વધારે છે. તેના કારણે યુઝર ઘણા દૂરના અંતર સુધી જોઈ શકે છે તેમજ ઝાંખા પ્રકાશમાં પણ કોઈ પણ ચીજને સ્પષ્ટ રીતે નિહાળવાનું સામથ્ર્ય મેળવે છે.આ એપ યુઝરના મગજને વધુ સારી પેટર્ન સમજવા માટે તાલીમ આપે છે.

મગજને આંખ દ્વારા મળતા સંકેતો વાંચવાની મગજની પ્રક્રિયામાં સુધારો લાવવાના આશય સાથે આ એપ તૈયાર કરવામાં આવી છે. કેલિફોર્નિ‌યા સ્થિત કેરોટ ન્યૂરોટેક્નોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એપમાં મુખ્ય સંશોધક યુનિવર્સિ‌ટી ઓફ કેલિફોર્નિ‌યાના એરોન સેઈટ્ઝ છે. તેમણે જણાવ્યું હતું કે, આ એપની કાર્યક્ષમતાનું પરીક્ષણ બેઝબોલના ૧૯ ખેલાડીઓ પર કરવામાં આવ્યું હતું. ૧૯માંથી સાત ખેલાડી ૨૦ ફૂટ વધુ દૂર સુધીનું દૃશ્ય વધુ સ્પષ્ટ જોઈ શક્યા હતા જે સામાન્ય સંજોગોમાં ૭.પ ફૂટ દૂરથી જ જોઈ શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો