PHOTOS: આ તસવીર માત્ર એક ક્લિક નથી, એક કહાની છે, પ્રેમની અને સંયોગની

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તેમને એમ હતું કે આટલી ઉંચાઇએ તેમમે જોનાર કોઇ નથી. આજુબાજુ માત્ર કુદરત છે અને બે પ્રેમીઓ છે. એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે એવી જગ્યા પસંદ કરી હતી કે કોઇ પણ છોકરી ના પાડી જ ના શકે. વોશિંગ્ટનની ઉંચી પહાડીઓની ટોચ પર જઇ, પાછળ વહેતી નદીઓ દેખાતી હોય એવા બેકગ્રાઉંડમાં ઘુંટણિયે પડી યુવતીને પ્રપોઝ કરે છે.

એ પ્રેમી કે પ્રેમિકા, બન્નેને એમ હતું કે તેમને કોઇ જોતું નથી. પ્રેમિકા હા કહી દે છે. બન્ને ઘરે આવી જાય છે.

એ ક્ષણે એક ફોટોગ્રાફર કુદરતને કચકડે કંડારતો હતો અને કુદરતનું જ જીવંત દ્રશ્ય તેની નજર સામે ભજવાઇ રહ્યું હતું. કેવી રીતે ચુકાય? તેણે ઝડપી લીધી એ તસવીરો. મજાની વાત એ છે કે એ ફોટોગ્રાફર પણ પોતાની પત્ની સાથે ઉજવણી કરવા આવ્યો હતો અને ઘણે દૂરથી તેની પત્ની પ્રપોઝના એ દ્રશ્યને જોઇ ગઇ હતી અને આ ઐતિહાસિક તસવીર ઝીલાઇ હતી.

જુઓ એ અદભૂત તસવીરો