તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Contact Lens Telescope 'Terminator' Vision Would Like

ટેલિસ્કોપ કોન્ટેક્ટ લેન્સથી 'ટર્મિ‌નેટર’ જેવું વિઝન મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સંશોધકોએ વિશ્વના પ્રથમ 'ટર્મિ‌નેટર’ સ્ટાઈલના ટેલિસ્કોપ કોન્ટેક્ટ લેન્સ તૈયાર કર્યા

સંશોધકોએ વિશ્વના પ્રથમ 'ટર્મિ‌નેટર’ સ્ટાઈલના ટેલિસ્કોપ કોન્ટેક્ટ લેન્સ તૈયાર કર્યા છે જે પહેરવાથી કોઈપણ વ્યક્તિ જોવા માટે આંખમાં જ ઝૂમ ઈન અને આઉટ કરી શકશે.૧.૧૭ મિમી જાડાઈના આ પ્રોટોટાઈપમાં બે અલગ અલગ ઓપ્ટિકલ પાથ છે જેમાંથી એક પાથ ર્દીઘદૃષ્ટિ માટે જ્યારે બીજો પાથ સામાન્ય દૃષ્ટિ માટે છે. આ કોન્ટેક્ટ લેન્સ પહેરીને વ્યક્તિ મધ્ય હિ‌સ્સામાંથી સામાન્ય સ્થિતિમાં બધી જ વસ્તુઓ જોઈ શકશે જ્યારે પસંદગીના બ્લોકિંગ દ્વારા તે અલગ અલગ પ્રકારના વિઝનનો ઉપયોગ કરી શકશે. આમ યુઝર આંખમાં જ ઝૂમ ઈન કરીને દૂરની વસ્તુ સરળતાથી જોઈ શકશે.

યુનિવર્સિ‌ટી ઓફ કેલિફોર્નિ‌યા સેન ડિએગોના પ્રોફેસર જોસેફ ફોર્ડના વડપણ હેઠળ યુએસ અને સ્વિટ્ઝર્લેન્ડના સંશોધકો દ્વારા આ લેન્સ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રોફેસર જોસેફે જણાવ્યું હતું કે, વધુ સંશોધનના પગલે આ સિસ્ટમ એજ રિલિટેડે મેક્યુલર ડિજનરેશન(એએમડી) દર્દીઓને અવરોધરહિ‌ત ર્દીઘ વિઝન આપે છે. આ સંશોધનના સાથી લેખક એરિક ટ્રેબ્લેએ જણાવ્યું હતું કે નવા લેન્સની સિસ્ટમમાં ખૂબ જ ચુસ્તપણે ફિટિંગ કરેલા કાચની સપાટીઓનો ઉપયોગ કરીને ટેલિસ્કોપ તૈયાર કરવામાં આવે છે જે માત્ર એક મિલીમીટર કરતા થોડા વધારે જાડા લેન્સથી જ કામ કરી શકે છે.